અબતક, રાજકોટ
ભારતીય નૌસેનાના સ્વદેશી બનાવટના પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ, INS ખુકરી (P49)ને 26 જાન્યુઆરી 2022ના રોજ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ (DNHDD)પ્રશાસનને સોંપવામાં આવ્યું હતું. દીવમાં INS ખુકરી મેમોરિયલ પર સુંદર અને ગૌરવપૂર્ણ રીતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ફ્લેગ ઓફિસર ડોક્ટ્રાઇન એન્ડ કન્સેપ્ટ રીઅર એડમિરલ વિજય વિનય ભાવેએ ડિકમિશન (સેવા નિવૃત્ત) કરવામાં આવેલું આ જહાજ ઔપચારિક રીતે DNHDD અને લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલને સોંપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય નૌસેનાના બેન્ડ દ્વારા મોહક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું અને એન્કરેજ (લંગાર સ્થળે) નૌસેનાના જહાજોમાં રોશની કરવામાં આવી હતી.
ભારતીય નૌસેનાનું સ્વદેશી બનાવટનું ડિક મિશન કરાયેલુ
આ જહાજ સોંપવામાં આવ્યું તે પહેલાં પ્રફુલ પટેલે આસપાસમાં ચકાસણી કરી હતી અને આ જહાજ સેવામાં હતું ત્યારે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને તેની ક્ષમતાઓ વિશે પ્રફુલ પટેલને માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સંબોધન આપતા, એડમિરલ ભાવેએ INS ખુકરીની ઘરવાપસીની સફર શરૂ કરવા માટે પ્રશાસકે હાથ ધરેલી આ પહેલ બદલ ઊંડાણપૂર્વકની પ્રશંસાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે કેપ્ટન મહેન્દ્ર નાથ મુલ્લા, ખટઈ અને પ્રથમ ઈંગજ ખુકરીના બહાદુર જવાનોના બલિદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમની સ્મૃતિમાં દીવમાં ભવ્ય સમર્પિત સ્મારક છે.
દીવ પ્રશાસનને સોંપવામાં આવેલ જહાજ ખુકરીનું જાહેર જનતા માટે સંગ્રહાલયમાં પરિવર્તિત કરવાનું આયોજન
જાહેર જનતા ડિકમિશન કરવામાં આવેલા ખુકરી જહાજની મુલાકાત લઇ શકે તે માટે તેને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવાનું દીવ પ્રશાસનનું આયોજન છે. આ સંગ્રહાલય હાલમાં રહેલા ખુકરી સ્મારકની નજીકમાં ઉભું કરવામાં આવશે જ્યાં પ્રથમ INS ખુકરી (F149)નું નાના કદનું સંસ્કરણ રાખવામાં આવ્યું છે. આ જહાજ બ્લેકવૂડ ક્લાસ એન્ટી સબમરીન યુદ્ધ જહાજ હતું.