વેલેન્ટાઈન ડેની એ.વી. જસાણી વિદ્યામંદિરમાં વિશિષ્ટ ઉજવણી: આંખમાંથી હરખના આંસુ વહ્યા
એ.વી. જસાણી વિદ્યામંદિર દ્વારા વેલેન્ટાઈન ડે નિમિતે વિશિષ્ઠ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વેલેન્ટાઈન ડે દિવસ નિમિતે શાળામાં અભ્યાસ કરતા બાળકોનાં માતા પિતાને માન આપવા અને તેના મુલ્યનો મહિમા વધારવા માતૃપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ સંસ્થામાં કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રનાં ૧૨૦ બાળકો અભ્યાસ કરે છે. આ તમામ બાળકો દ્વારા માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. બાળકો દ્વારા વાલીઓને ફૂલહાર કરી તેની પ્રદક્ષિણા કરવામાં અ વી અને મીઠું મોઢુ કરવામાં આવ્યું હતુ આપ્રસંગે વાલીઓની આંખમાં હરખના આંસુ છલકાઈ આવ્યા હતા. તેમજ બાળકો પણ ભાવુક થઈ ગયા હતા ત્યારબાદ બધા વાલીઓ તેમજ બાળકોએ ડાન્સ કરી વેલેન્ટાઈન ડે ની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી.
બાલાશ્રમના ચેરમેન ચંદ્રકાંત પટેલે કહ્યું હતુ કે, સામાન્ય રીતે વેલેન્ટાઈન ડે એટલે પ્રેમના ઈકરારનો દિવસ પણ પશ્ર્ચિમી સંસ્કૃતિને અનુસરીએ યુવાન છોકરા છોકરીઓ જ આવું કરી શકે છે. એ ભ્રમ છે.
એને બદલે હિન્દુ સંસ્કતી પ્રમાણે આ દિવસને માતા પિતા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટેનું એક પ્રસંગ ઉજવીએ દિકરાઓ દિકરીઓ નમતા થાય માતા-પિતાને માન દેતી થાય અને સંસ્કૃતિને ઉજાગર કરીએ એવા એક નવા વિચાર સાથે ગયા વર્ષથી આવા પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ મારા મત પ્રમાણે ગુજરાતમાં આ પ્રકારનું સેલીબ્રેશનની શરૂઆત અમે જ કરનારા છીએ . આ સંસ્કાર છે. તેને ઉજાગર કરીશું તો આવતી પેઢી ચોકકસ પણે કયારેય કોઈ માતા પિતાને વૃધ્ધાશ્રમમાં મૂકતા પહેલા બે વાર વિચાર કરશે અમારી સંસ્થામાં અવનવા કાર્યક્રમો અને પ્રયોગો થતા જ હોય છે.
આ સંસ્થામાં ભણતા દરેક બાળકો મિડલ કલાસ ફેમેલીમાંથી આવતા હોય છે.અસ્મિતા દેસાઈએ કહ્યું હતુ કે આજે ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન્સ ડે છે પણ એ આપણા ભારતની સંસ્કૃતિ નથી આપણા ભારતીય સંસ્કૃતિએ છે કે આપણે આપણા માતા પિતાને પ્રેમ કરીએ તેની પુજા કરીએ માટે આજે વેલેન્ટાઈન્સ ડે ને માતૃ-પિતૃ પૂજન દ્વારા ઉજવીએ છીએ બધા બાળકો તેમના માતા પિતાને પગે લાગીને આશિર્વાદ લે છે તેમને તિલક કરશે, આરતી ઉતારશે એમની પ્રદક્ષીણા કરશે હાર પહેરાવી તેમને વધાવશે.
અને તેમને મીઠું મોઢુ કરાવશે. ત્યારબાદ એકબીજાને ભેટી સાથે ડાન્સ કરશે. આરીતે અમારી સંસ્થાના તમામ સ્ટુડન્ટસ, સેલીબેટ કરીશું અને અમારા બલાશ્રમના બાળકો છે.એમનીમાં હું છું અને તે બાળકો માટે હું કરીશ અને તેઓ મારા માટે કરશે. છેલ્લા બે વર્ષથી અમે આ જ રીતે ઉજવીએ છીએ કારણ કે અમે જોયું કે બાળકોને આ રીતે જોઈ માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા તેમજ બાળકો પણ ભાવુક થઈ ગયા.
આ તકે વાલીઓનું કહેવું હતુ કે વેલેન્ટાઈન ડે ને ખૂબ સુંદર રીતે જસાણી સ્કુલ દ્વારા ઉજવવામાં આવ્યો છે. એ બદલ અમે આ સંસ્થાના આભારી છીએ ખૂબ આનંદીત છીએ ગયા વર્ષ પણ અમે આવ્યા હતા આજે પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવા કાર્યક્રમોથી બાળકોને જ્ઞાન અને સમજણ આવે છે. કે આપણી પરંપરાશું છે. માતા પિતાનું સ્થાન શું છે.
વિદ્યાર્થીની ચાર્મીએ કહ્યું કે, જીન મૂર્તિઓ કો એહસાન બનાતે હૈ હમ હમ ઉનકી તો પૂજા કરતે હૈ પર જીન્હોને હમે બનાયા હૈ હમ ઉન માતા પિતાકી પૂજા કયું નહી કરતે ર્માં કી મમતા ઔર પિતા કી ક્ષમતા કા અંદાજા લગાના અસંભવ હૈ મેં મેરે માતા પિતા સે બહુત પ્યાર કરતી હું.
રીકીન માધાણીએ જણાવ્યું હતુ કે આ કાર્યક્રમ થયો અમને લાગણી થઈ કે અમારા વાલી અમને ખૂબ ચાહે છે.
‘મા કી ગોદમે મેને એક સપના દેખાથા
ઉસી સપને કો પૂરા કરને ખુદાને મુજે ભેજા
ખુદા કા સુક્ર કરો હમે યે મા-બાપ મીલે’
‘લીંબુના ચાર ફાડા ખાડામાં છે
મા-બાપના આર્શીવાદ જોતા હોય તો જન્નતમાં છે’