આજના ડિજિટલ સમયમાં સ્માર્ટ વોચ એક લકઝરી અને નેસેસિટી બન્ને બની ગઈ છે. અને ફીચર્સ જેમ કે આરોગ્ય દેખરેખ, જીપીએસ ટ્રેકિંગ, સોલ્યુશન અને ઘણું બધુ… જાણે આપણા કાંડા પર એક નાનકડો સ્માર્ટફોન બની ગયું હોય. અને જો તમે સ્માર્ટ વોચ લેવાનું વિચારી રહ્યા હોય તો ‘ગાર્મિન’ કંપનીએ શાનદાર લાઇફસ્ટાઇલ વોચ લોન્ચ કરી છે.
અમેરિકન ટેક કંપની ગાર્મિને ભારતમાં પહેલી વખત લાઇફસ્ટાઇલ જીપીએસ એનબિલ્ડ સ્માર્ટવોચ લોન્ચ કરી છે . આ ઘડિયાળનું નામ ગાર્મિન ઇન્સ્ટિંક્ટ છે અને તેની કિંમત 26,990 રૂપિયા છે . તે એ લોકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી છે જે લોકો આઉટડોર પ્રવૃત્તિઓ કરે છે .
આ સ્માર્ટ વોચ ત્રણ કલર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી
ફ્લેમ રેડ , ગ્રેફાઇટ અને વ્હાઈટ . તે ગાર્મિનના સ્ટોર પર મળી જશે આ
ઉપરાંત , તેને
પેટીએમ મોલ અને એમેઝોનથી પણ ખરીદી શકાય છે .
આ સ્માર્ટ વોચની ખાસિયત વિશે વાત કરીએ તો તેમા
બાયોમેટ્રિક ઓલ્ટીમીટર , 3x- એક્સિસ કમ્પાસ અને જીપીએસ આપવામાં આવ્યું છે . સટીલ લોકેશ
ટ્રેકિંગ માટે તેમા કેટલાક સેટેલાઇટને સપોર્ટ આપવામાં આવ્યા છે . આમા એમેરિકી અને
રશિયા સેટેલાઇટ્સ – GLONASS અને ગૈલિલિયો સામેલ છે .
આ ઘડિયાળમાં હાર્ટ રેટ સેન્સર છે જે સ્ટ્રેસ લાઇવ અને તમારા હાર્ટ રેટને ટ્રેક કરે છે . બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો કંપનીએ એવો દાવો કર્યો છે કે તેને એકવાર ચાર્જ કરને 14 દિવસ સુધી ચલાવી શકાય છે . જો કે , જીપીએસ ટ્રેકિંગ મોડમાં આ ઘડિયાળ 16 કલાક સુધી ચાલશે અને પાવર સેવિંગ અલ્ટ્રાટ્રેક મોડ પર 40 કલાક સુધી ચાલશે .
તેમાં 16 એમબી સ્ટોરેજ છે અને વાયરલેસ સપોર્ટ પ્રદાન કરવામાં આવ્યું છે . કંપની દાવો કરે છે કે તેને અમેરિકન લશ્કરી સ્ટેન્ડર્ડ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું છે . શોક પ્રુફ અને વોટર પ્રુફ પણ છે . તેની ડિસ્પેલ 128×128 પિક્સલ્સની છે