શ્રાવણ માસના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી તથા અમાસના દિવસે દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા મંદીર સવારે ૪ કલાકે ખુલશે
પ્રથમ આદિ જયોતિલિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરુ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા. ૨-૮-૧૯ શ્રાવણ સુદ બીજને શુક્રવારે થશે અને પુર્ણાહુતિ તા. ૩૦-૮-૧૯ શ્રાવણ વદ અમસાને શુક્રવારે થશે. મહામૃત્યંજય મંત્ર જાપ યજ્ઞ, ઘ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, વિશેષ પૂજા વિધિ માં હજારો દેશ-વિદેશના ભાવિકો અને ભકતજનો ઉમળકાભેર જોડાશે. શ્રાવણના પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે ૯.૧૫ કલાકે મંદીર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવશે.
શ્રાવણના પ્રથમ દિને ભગવાન સોમનાથજીની પ્રાંત: પૂજા આરતી બાદ નુતન ઘ્વજારોહણ, સવાલક્ષ બિલ્વપૂજાના યજમાનોને પૂજાનો સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઇટ ઠઠઠ.જઘખગઅઝઇં. ઘછૠ પરથી પૂજાવિધિ- ડોનેશન, ગેસ્ટ હાઉસ બુકીંગ સાથે ઇાવી દર્શન પણ થઇ શકશે. સોશ્યલ મીડીયાના માઘ્યમથી ફેસબુક જવશિતજ્ઞળક્ષફવિં યિંળાહય. ટિવટર જવશિતજ્ઞળક્ષફિં ઇન્ટાગ્રામ સોમનાથ ટેમ્પલ ગુગલ અને એપ સ્ટોર પર સોમનાથ યાત્રા એપ સાથે જોડાઇ ઘરે બેઠા દેશ-વિદેશના ભકતજનો સોમનાથ મહાદેવના વિવિધ પ્રહરના શુંગારદર્શન, લાઇવ દર્શન, તેમજ ઇ-માળા દ્વારા ઓમ નમ: સિવાય મંત્રજાપ કરી શકાશે.