સુકાની તરીકે કોહલીએ પુરા કર્યા ૫૦૦૦ રન: કેરીયરની ફટકારી ૨૭મી સદી

ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ અને પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ કલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ રહી છે ત્યારે ભારત મજબૂત સ્થિતિમાં પણ જોવા મળી રહ્યું છે. સુકાની વિરાટ કોહલીએ પોતાના કેરીયરની ૨૭મી સદી ફટકારી હતી અને સુકાની તરીકે ૫૦૦૦ રન પુરા કર્યા હતા. પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારના વિરાટ કોહલી પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ સિદ્ધી નોંધાવનાર તે વિશ્ર્વનો ૬ઠ્ઠો સુકાની બની ગયો છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટીંગને પાછળ રાખી દીધો છે. તેણે ૫૪ ટેસ્ટ મેચની ૯૭ ઈનીંગમાં ૫૦૦૦ રન નોંધાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી સુકાની તરીકે ૫૩મી ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. સુકાની તરીકે ૫૦૦૦ ટેસ્ટ રન નોંધાવનારો એક માત્ર ભારતીય ખેલાડી નહીં પરંતુ પ્રથમ એશિયન ખેલાડી પણ બની ચૂકયો છે.

ભારત બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને ૧૫૦ રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે ૪ વિકેટે ૨૫૬ રન કર્યા છે. રવિન્દ્ર જાડેજા ૭ રને અને વિરાટ કોહલી ૧૦૨ રને રમી રહ્યા છે. કોહલીએ પોતાના કરિયરની ૨૭મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી છે. અજિંક્ય રહાણેએ પોતાના કરિયરની ૨૨મી ફિફટી મારી હતી. તેમજ સતત ચોથી ઇનિંગ્સમાં ૫૦થી વધુનો સ્કોર કર્યો હતો. તે ૫૧ રને તૈજુલ ઇસ્લામની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર હુસેનના હાથે કેચ આઉટ થયો હતો.

પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ પૂર્વે ભારતીય ટીમ દ્વારા આખરી પ્રેક્ટિસ કરવામાં આવી હતી. માનવામાં આવતું હતું કે, પિન્ક બોલ સૌથી વધુ સ્વીંગ થશે જેના કારણે વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અંજીકય રેહાણે સહિતના ખેલાડીઓએ નેટમાં પરસેવો પાડી પોતાની નિપૂર્ણતા સાબીત કરી હતી. આ તકે ચેતેશ્ર્વર પૂજારાએ પણ તેના ૧૫૦૦૦ રન પુરા કર્યા છે. ત્યારે હાલ ભારત મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ૫ હજાર રન પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠો બેટ્સમેન છે. કોહલીએ ૮૬ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે હતો. પોન્ટિંગે ૯૭ ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન અચીવ કર્યો હતો. તે બંને સિવાય ક્લાઈવ લોઇડ (૧૦૬ ઇંનિંગ્સ), ગ્રેમ સ્મિથ ૧૧૦ ઇનિંગ્સ, એલેન બોર્ડર ૧૧૬ ઇનિંગ્સ અને સ્ટીફન ફ્લેમિંગ ૧૩૦ ઇનિંગ્સમાં ૫ હજાર રનનો આંક વટાવી ચૂક્યા છે.

પુજારાએ ગઈકાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૫ હજાર રન પૂરા કર્યા હતા. તેણે પોતાના કરિયરની ૨૪મી ફિફટી ફટકારતાં ૫૫ રન કર્યા હતા. તે હુસેનની બોલિંગમાં બીજી સ્લીપમાં ઇસ્લામના હાથે કેચ આઉટ થયો હતો. ઓપનર મયંક અગ્રવાલ ૧૪ રને હુસેનની બોલિંગમાં ગલીમાં મહેદી હસનના હાથે કેચ આઉટ થયો હતો. તેના પછી રોહિત શર્મા ૨૧ રને એ. હુસેનની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.

બાંગ્લાદેશ ભારત સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ દાવમાં ૧૦૬ રનમાં ઓલઆઉટ થયું હતું. ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો મહેમાન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. તેમના માટે ઓપનર એસ ઇસ્લામે સર્વાધિક ૨૯ રન કર્યા હતા. નંબર ૨થી ૬ સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ભારત માટે ઇશાંત શર્માએ ૫, ઉમેશ યાદવે ૩ અને મોહમ્મદ શમીએ ૨ વિકેટ લીધી હતી. ઇશાંતે ઘરઆંગણે ૧૨ વર્ષ પછી પાંચ વિકેટ લીધી છે. તેણે આ પહેલા ૨૦૦૭માં પાકિસ્તાન સામે બેંગ્લોર ખાતે ૫ વિકેટ લીધી હતી. તેણે પોતાના કરિયરમાં કુલ ૧૦મી વાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.