બદલતી લાઈફ સ્ટાઈલ, ખોરાકની ટેવો અને જીવલેણ બિમારીઓ વચ્ચે ઝજુમતા માનવીઓ માટે સ્વાસ્થ્ય ટકોર
આજથી ૩૦ વર્ષ પહેલાની વાત આવે તો ત્યારના સમયના લોકોની જીવનશરણી આજના લોકો કરતા વિપરીત જ‚ર હતી પરંતુ પહેલાના સમયના લોકો ખુબ જ સ્વાસ્થ્યસભર જીવન નિર્વાહ કરતા હતા ત્યારે આજે આપણી જંકફુડ અને સોશિયલ મિડીયા ભરેલી જિંદગીમાં આપણે શારીરિક કસરત માટે કેટલો સમય આપીએ છીએ ?
વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચઓ દ્વારા દર વર્ષે ૭ એપ્રીલના રોજ વિશ્ર્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. જેમાં સ્વાસ્થ્યને લગતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આજના લોકો હેલ્થને લઈ સભાન તો બન્યા પરંતુ એક વખત બિમારીનો સ્વાદ ચાખ્યા બાદ જ ડોકટરની કડવી દવા લેવાની ટેવ આજે જોવા મળે છે. પહેલાના સમયમાં લોકો કડવા લીમડાનું દાતણ કરીને જિંદગીભર સ્વસ્થ રહેતા હતા. આજે બિમારીઓનું પ્રમાણ પણ વઘ્યું છે જેને કારણે મૃત્યુદર પણ વધી રહ્યો છે.
આટલું જરૂરથી કરો
* મેદસ્વીતા વધારતા ખોરાક, ફાસ્ટફુડને ટાળો
* સ્વચ્છ અને વધુ પાણી પીવવું અને ઘરનો ખોરાક ખાવો
* વર્ષમાં બે વખત હેલ્થ ચેકઅપ કરાવવું
* તમાકુ, દારૂ, સીગારેટ જેવી કુટેવો છોડો
* બાળકોને અપાતા ખોરાક અંગે કાળજી રાખો
મોટાભાગની બિમારીઓનું કારણ મેદસ્વીતા: મિહિર દલાલ
હર્બલ લાઈફ ડિસ્ટ્રીબ્યુટર મિહિર દલાલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના જમાનામાં હેલ્થમાં સૌથી વધુ બિમારીઓ મેદસ્વીતાને કારણે થાય છે. શરીરમાં આવતી મોટાભાગની બિમારીનું કારણ મેદસ્વીતા હોય છે જેણે લીધે રોગો થાય છે જે ન થાય તે માટે બોડીના રેગ્યુલર ચેકઅપ કરાવવા જોઈએ તથા શરીરમાં ખરાબ ચરબીનું પ્રમાણ ન વધે તેની કાળજી રાખવી જોઈએ.
જલ્દી સુઈને જલ્દી ઉઠવાના સિદ્ધાંત પર ચાલવું જોઈએ. સમયસર જમી લેવું ખુબ જરૂરી છે જેથી ઘણા બધા રોગોથી બચી શકાય છે.
લાઈફ સ્ટાઈલ બેલેન્સ કરી હેલ્ધી રહો: ડો.નિરવ પીપરીયા
ગેસ્ટોલોજીસ્ટ ડો.નિરવ પીપરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એબ્રેસ ગુડ ડાયેટ એટલે કે સારું ભોજન, જમવાની ટેવ પાડવી, ગુડ ડાયેટ ફોલો કરો, ગમે તે શરીર માટે લાભદાયી નથી. જમતી વખતે કાળજી રાખવી જોઈએ તથા જમતી વખતે એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે કાંઈ પણ બીજી જગ્યાએ ઓકયુપાઈડ ન રહેવું જોઈએ. જમવાની અમુક મિનિટ સુધી ફોન, ટીવી કે બીજી કોઈપણ એકટીવીટીથી દુર રહેવું જોઈએ. કારણકે આવી બાબતો ઘણી મહત્વની હોય છે.
આજના જમાનામાં જે રીતે ફાસ્ટ ફુડ, પીઝા, બર્ગર, સુગરવાલા ખોરાકની ટેવ પાડી છે. ડેઈલી બેઈઝીઝ પર આવા ખોરાક આરોગવામાં આવે છે તથા લાઈફ સ્ટાઈલ એટલી બધી ઓકયુપાઈડ એટલે કે વ્યસ્ત થઈ ગઈ છે કે પોતાના માટે સમય નથી મળતો તથા ધ્યાન પુરતુ નથી આપી શકતા, બેઠાડુ જીવન થઈ ગયું છે જે વધુ બિમારીઓનું કારણ છે. લાઈફ સ્ટાઈલ ચેઈન્જીસ ખુબ જ જરૂરી છે. જેથી ઘણી બધી બિમારી અટકાવી શકાય છે.
કિડનીના રોગોનાં લક્ષણો જાણી તેની સારવાર લેવી: ડો.સંજય પંડયા
કિડની સ્પેશ્યાલીસ્ટ ડો.સંજય પંડયાએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ટેકનોલોજીનો વિકાસ થયો તેની સાથે-સાથે કિડનીના રોગો પણ વધતા ગયાં. કિડનીના રોગોના લક્ષણ આંખ અને પગ પર સોજા આવવા, ખોરાક ઓછો થઈ જવો, ઉલટી અને ઉબકા, નબળાઈ અને નાની ઉંમરમાં બ્લડપ્રેશર વધવા જેવા લક્ષણો જણાય તો પ્રાથમિક ધોરણે તેની સારવાર કરવી જોઈએ. શરીરમાં થનારા નાનામાં નાના ફેરફાર અંગે જાણકારી હોવી જોઈએ. જો તેમાં શરીરનું ધ્યાન ન રાખવામાં આવે તો એક નાનું કણુ પણ કેન્સર જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે.
મિલકતો કરતાં પણ અમુલ્ય સ્વાસ્થ્યનું પ્લાનીંગ જરૂરી: ડો.મયંક ઠકકર
ક્રિટીકલ કેસના સ્પેશ્યાલીસ્ટ ડો.મયંક ઠકકરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકો પાસે પોતાના સ્વાસ્થ્ય માટે પણ સમય અને સભાનતા નથી અને તેઓ ડોકટર પાસેથી આશા રાખતા હોય કે જલ્દીથી જલ્દી તેઓ સાજા થઈ જાય પરંતુ શરીરમાં જે નુકસાન બિમારીને કારણે થઈ ગયું છે તેણે રિપેર થતા વાર લાગશે. હાલમાં સમજણનો અભાવ છે તથા જેમ આપણે આપણા મિલકતના વારસાનું, પ્લાનિંગ કરીએ છે તેણે સાચવીએ છીએ તેમજ આપણે આપણા શરીર, સ્વાસ્થ્યનું પણ પ્લાનિંગ કરવું જોઈએ.
જેથી બિમારીઓ આવી જ ન શકે, બિમારી શરીરમાં પ્રવેશે તો રોગ થાય, હેરાનગતિ થાય પરંતુ જો પહેલેથી જ કેર કરવામાં આવે તો એવી સ્થિતિનો સામનો ન કરવો પડે.