રાજકોટ શહેર જિલ્લાના ૩૯માંથી ૧૩ વિર્દ્યાર્થીઓ ધોળકિયા સ્કૂલના: વિજય સરઘસ કાઢી ઉમંગ વ્યકત કર્યો
આજરોજ વહેલી સવારે ઈન્ટરનેટના માધ્યમી ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)નું પરિણામ જાહેર તાં ધોળકિયા સ્કૂલના તમામ વિર્દ્યાીઓ ઉચ્ચ ગ્રેડ સો પાસ યાના સમાચારો મળતા જ શાળા ખાતે હજારો વિર્દ્યાીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ફટાકડા, બેન્ડ-વાજા તા ગ્રુપ ડાન્સ સો “પ્રમ ક્રમાંકની ભવ્ય વિજય રેલી રાજકોટના રાજમાર્ગો ઉપર વિજય પતાકા લહેરાવી ઉમંગ વ્યકત કર્યો હતો.
૯૯.૯૯ ટકા માર્કસ સો સમગ્ર રાજયમાં પ્રમ ક્રમાંકે ચાર વિર્દ્યાીઓને ખભા પર ઉંચકી શિક્ષકોએ સન્માન કર્યું હતું. સાો સા ઉમદા પ્રેરણા આપી ઉજ્જવળ પરિણામ માટે પ્રેરિત કરનાર કૃષ્ણકાંતભાઈ ધોળકિયાને સર્વે વિર્દ્યાી સમુદાયે પોતાના ખભા પર ઉંચકી આભારની લાગણી વ્યકત કરી હતી.
ધોળકિયા સ્કૂલના જાડેજા મયુરીબા ૯૯.૯૯ પીઆર સો બોર્ડ ફર્સ્ટ રહ્યાં છે તેમણે જણાવ્યું હતું કે, નવી સ્કુલ તરીકે ધોળકિયા સ્કૂલ પસંદ કરવી અને ધોરણ ૧૧-૧૨ પૂર્ણ કરવું એ મારો શ્રેષ્ઠ નિર્ણય હતો, તે દરેક પળ મને હંમેશા યાદ રહેશે. ધોળકિયા સ્કૂલમાં હું ઘર જેવો જ અનુભવ કરતી હતી. કયારેક પણ મને સ્કૂલ ગયાનો અનુભવ યો જ ની. હું હંમેશા મારા એક ઘરી બીજા ઘરે ગઈ હોય તેવો જ અનુભવ યો છે.
ધોળકિયા સ્કૂલના વડુકુલ ચિરાગ ૯૯.૯૯ પીઆર સો બોર્ડ ફર્સ્ટ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ધોળકિયા સ્કૂલમાં એડમિશન લીધા બાદ ધો.૧૦ની પરીક્ષામાં ધોળકિયા સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન અને મારી મહેનતના પરિણામ‚પ મને ૯૨.૩૩ ટકા જેવું ઉજ્જવળ પરિણામ મળ્યું. કલાસ-૧ અધિકારી બનવા ધો.૧૦ના ખૂબ જ સારા પરિણામ બાદ મેં ધોળકિયા સ્કૂલમાં કોમર્સ કરવાનું નક્કી કર્યું.
ોડી ખેતીની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂત પુત્ર લિંબાસીયા આશિષ ૯૯.૭૧ પીઆર મેળવ્યા છે. જસદણ તાલુકાના નાના એવા બોઘરાવદર ગામમાં રહેતા અને પોતાની આઠેક વીઘા જમીનમાં ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિપકભાઈના પુત્ર આશિષ ધોરણ-૧૨માં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી. રાજકોટ શહેરમાં દાદા-દાદીની હૂંફ, ધોળકિયા શાળાના સંપૂર્ણ માર્ગદર્શન તા અધ્યનમાં રસ વધારનારા મિત્રોના સહયોગને મારી સફળતાનું મુખ્ય કારણ માનું છું. મારી ઈચ્છા સીએ વાની છે.
ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરી મકવાણા ઋતા કાડભાઈ બોર્ડમાં ૯૯.૯૪ પીઆર પ્રાપ્ત કર્યા. ધોળકિયા સ્કૂલ્સનું ડે ટુ ડે વર્ક તા સંપૂર્ણ સહયોગી બોર્ડમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો. પુત્રી બોર્ડમાં ટોપ-૧૦માં આવી તે સમાચાર મળ્યા પછી પિતા કાડભાઈએ દીકરીને આશીર્વાદ આપી પોતાના રોજિંદા કાર્યમાં વાહન લઈને ફેરા કરવા માટે નીકળ્યા. પિતા દ્વારા કર્મ કરતા રહેવાની પ્રેરણા મેળવનાર તા માતા દ્વારા સતત હૂંફ મેળવનાર અને ધોળકિયા શાળા દ્વારા યોગ્ય રાહ તા સતત શિક્ષણ મેળવનાર ઋતા બોર્ડમાં ઝળકી.ધોળકિયા સ્કૂલના દાવડા વિવેકે ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ ફસ્ટની હરોળમાં સ્થાન મેળવ્યું છે. તેણે કહ્યું હતું કે, હું ધોળકિયા સ્કૂલ્સનો અંત:કરણ પૂર્વક આભાર માનું છું. કૃષ્ણકાંત સર, જીતુ સર તથા આચાર્ય, શિક્ષકગણના માર્ગદર્શનથી જ આવી ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ છે. મારા માતા-પિતા તથા કુટુંબીજનોનો સાથ આ લક્ષ્યને સિદ્ધ કરવામાં મદદ‚પ થયો છે.
બોર્ડ પ્રથમ આવનાર અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની સોઢા જહાન્વી પીયૂષભાઈએ ૯૯.૯૯ પીઆર પ્રાપ્ત કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ચલાલાના વતની અને હાલ અમરેલી રહેતા અને અનાજના હોલસેલ વેપારી પિયુષભાઈ કાંતિલાલ સોઢાએ પોતાની પુત્રી જહાન્વીને રાજકોટમાં આવેલી અને ગુજરાતમાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરતી ધોળકિયા સ્કૂલ્સમાં ભણાવવાનું નકકી કર્યું. પુત્રી જહાન્વી માતા-પિતાથી દૂર રાજકોટ હોસ્ટેલમાં રહી, ધોળકિયા શાળામાં અભ્યાસ કરી સમગ્ર સૌરાષ્ટ્રમાં અંગ્રેજી માધ્યમમાં ધો.૧૨ (કોમર્સ)માં બોર્ડમાં (૯૯.૯૯ પીઆર) સાથે પ્રથમ સ્થાન મેળવનાર એકમાત્ર વિદ્યાર્થીનીએ પોતાનું માતા-પિતાનું તથા શાળાનું ગૌરવ વધારેલ છે. તેમની ઈચ્છા આઈએએસ બની દેશ સેવામાં સમર્પિત થવાની છે.
બોટાદ જિલ્લાના નાના એવા ટાટમ ગામમાં સાત વિઘા જમીનમાં તથા અન્યની જમીન વાવવા રાખી મજૂરી કામ કરતા પ્રભુભાઈ જાડાની પુત્રીએ બોર્ડમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી. રીંકલના મોટા બહેન સોનલબહેન ઘરની આર્થિક સ્થિતિને પહોંચી વળવા હીરા ઘસી પરિવારને મદદ‚પ થાય છે તેમજ નાની બહેન રીંકલને રાજકોટમાં રહેવા-ભણવાના ખર્ચમાં મદદ કરે છે. આર્થિક સ્થિતિ ખૂબ જ સાધારણ હોવા છતાં ખેડૂત પુત્રીએ ૯૯.૯૭ પીઆર પ્રાપ્ત કરી પોતાનું, માતા-પિતા તથા ધોળકિયા શાળાનું ગૌરવ વધારેલ છે.
હોસ્પિટલેથી એમ્બ્યુલન્સમાં બોર્ડ પરીક્ષામાં બેસતા વિદ્યાર્થી જયદેવ ખાચર ધો.૧૨માં સફળતા મેળવી
કૈલાસબેન તથા પ્રવિણભાઈ ખાચરના પુત્ર જયદેવ પરીક્ષાના ૧૦-૧૧ દિવસ પહેલા રસ્તા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર રખડતું કૂતરું આડુ પડયું તેને બચાવવા જતા સ્કૂટર સ્લીપ થયું અને શહેરની ઓર્થોપેડિક હોસ્પિટલ જી.ટી.શેઠમાં દાખલ કરવો પડયો. એકબાજુ પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા હતા ત્યારે તેમને પગમાં સળિયો બેસાડવો પડશે તેમ ડો.વિશાલ માંગરોલીયાએ સલાહ આપી અને ખેતી કરતા પિતા પ્રવિણભાઈ તથા માતા કૈલાસબેન ખુબ જ ઓછો અભ્યાસ કરેલ હોય આ વિપદા સામે ઝઝૂમ્યા અને ઓપરેશન કરાવ્યું.
ડો.વિશાલ માંગરોલીયા દ્વારા સફળ ઓપરેશન થયું અને ફરી પાછો બોર્ડની ધો.૧૨ (કોમર્સ)ની પરીક્ષામાં એમ્બ્યુલન્સમાં બેસાડી પરીક્ષા સ્થળ પર લઈ જવાતો જયાં તેમને પોતાના અડગ મનને મકકમતા પૂર્વક સંઘર્ષને સ્વિકારી પરીક્ષા આપીને સફળતાના શિખરો સર કર્યા.