વિદેશી કંપનીઓ ૪૯ ટકા ભાગીદારીની સાથે ભારતમાં આવીને બાકીના ૫૧ ટકા રોકાણની મદદથી એરલાઈન્સ સેવાઓ શરૂ કરી શકશે.

મોદી સરકારે ગયા વર્ષે જુનમાં એરપોર્ટમાં ૧૦૦ ટકા વિદેશી પ્રત્યક્ષ મૂડી રોકાણ (એફડીઆઈ)ની છુટ આપતા ભારતમાં સૌપ્રથમ વખત વિદેશી માલિકીની એરલાઈન્સ શરૂ થશે. જે કતાર એરવેઝ દ્વારા કરવામાં આવશે. કતાર એરવેઝ ભારતમાં સૌથી મોટુ મુડી રોકાણ કરી એરલાઈન્સ શરૂ કરશે.

ખાડી ક્ષેત્રની જાણીતી વિમાન સેવા કંપની કતાર એરવેઝના સીઈઓ અકબર અલ બાકેરે બેરલીનમાં કહ્યું કે, કતાર સરકારે ભારતમાં મોટા રોકાણ સાથે એરલાઈન શ‚ કરવાની યોજના ઘડી છે. ટુંક સમયમાં કતાર ભારતમાં નવી એરલાઈન્સ સેવા શરૂ કરશે. કતાર એરવેઝે ભારતના ઘણાખરા શહેરોમાં ઉડ્ડયન સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. કતાર એરવેઝ કતાર સરકારની મદદથી ભારતમાં એરલાઈન્સ કંપની ખોલી રોકાણ કરવા પર વિચાર કરી રહ્યું છે. ભારત સરકારે આ એરલાઈન્સ ક્ષેત્રમાં ૧૦૦ વિદેશી પ્રત્યક્ષ મુડી રોકાણને લાગુ કર્યું છે. તે કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટીની સાથે મળીને ભારતમાં રોકાણ કરી શકે છે. અકબર અલ બાકેરે આગળ જણાવતા કહ્યું કે, તે ભારતમાં ઘરેલું એરલાઈન્સ શ‚ કરવા માટે જલદીથી એક એપ્લીકેશન પણ લોન્ચ કરશે.

જણાવી દઈએ કે, કતાર એરવેઝ ઘણા લાંબા સમયથી ઈડિંગો સાથે હિસ્સેદારી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ તે હજુ સુધી શકય થઈ શકયું નથી. વર્ષ ૨૦૧૬ જુનમાં સરકારે આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને રોકાણ માટેની સંપૂર્ણ છુટ આપવાના રસ્તાઓ ખાલી નાખ્યા હતા. આ દ્વારા એરલાઈન્સ કંપનીઓ ૪૯ ટકા હિસ્સેદારીની સાથે ભારત આવીને બાકીના ૫૧ ટકા રોકાણની મદદથી આ સેવાઓ શ‚ કરી શકે છે.

જોકે ભારત હજુ સંપૂર્ણપણે વિદેશી માલિકીવાળી એરલાઈન્સ કંપનીઓની બાબતે વિચાર-વિમર્શ કરી રહ્યું છે. હાલ, એવી જ એરલાઈન્સ કંપનીઓને લાયસન્સ આપવામાં આવી રહ્યું છે કે જેના ચેરમેન અને બે તૃતિયાંઉશ ડાયરેકટર ભારતીય હોય વર્તમાન સમયમાં માત્ર ત્રણ કંપનીઓ જ એવી છે કે જેમાં વિદેશી એરલાઈન્સે રોકાણ કર્યું હોય. અબુ ધાબીની એતિહાદની જેટ એરવેઝમાં ૨૪ ટકા હિસ્સેદારી છે. જયારે ટાટા ગ્રુપમાં વિસ્તારા અને એર એશિયા ઈન્ડિયામાં ૫૧-૫૧ ટકા હિસ્સેદારી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.