હવેલીના નવ નિર્માણના ઉપલક્ષમાં ત્રિિેદવસીય પુષ્ટિ પંચામૃત મહોત્સવનું ભવ્ય આયોજન: કડી અમદાવાદના ગોસ્વામી કુંજેશકુમારજી મહોદય કથાનું રસપાન કરાવશે: આયોજકો અબતકને આંગણે
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં સમગ્ર વલ્લભીય સૃષ્ટિ માટે સૌ પ્રથમવાર સેવા, સત્સંગ અને સ્વાઘ્યાયના પ્રતિક સ્વરુપ પુષ્ટિધામ હવેલીનું નવનિર્માણ થવા જઇ રહ્યું છે. આ નવનિર્માણ પ્રસંગે પુષ્ટિ પંચામૃત મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ રાજકોટ વૈષ્ણવ સમીતી દ્વારા કરવામાં આવેલ છે. આ સાથે વલ્લભીય વ્રજયાત્રા-2019 નું ભવ્ય આયોજન 31 ઓગષ્ટ ભાદરવા સુદ 1 થી ર ઓકટોબર આસો સુદ-ર દરમિયાન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે અરવિંદભાઇ પાટડીયા સુરેશભાઇ રૈયાણી, હસુભાઇ પાટડીયા, અરવિંદભાઇ ભેસાણીયા, મેહુલભાઇ ભગત, ધર્મેશભાઇ પારેખે અબતકની મુલાકાત લીધી.
મહત્વનું છે કે આ શુભ પ્રસંગે રાજકોટના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવોમાં અનેરો આનંદ છે. આ પ્રસંગે જગદગુરુ વલ્લભભાચાર્ય ના વંશ જ પ.પૂ.ગો 108 રાજેશકુમાર મહારાજ (કડી-અમદાવાદ)ના આશિર્વાદથી બન્ને આત્મા જ યુવા આચાર્ય પ.પૂ. ગો. 108 કૃષ્ણકુમારજી મહોદય તથા પ.પૂ. ગો. 108 કુંજેશકુમારજી મહોદયની અઘ્યક્ષતામાં સામા કાંઠા વિસ્તારની પ્રથમ પુષ્ટિ માર્ગીય હવેલી પુષ્ટિ માર્ગીય સંકુલના નવનિર્માણના ઉપલક્ષ્યમાં 14 થી 16 દરમિયાન પુષ્ટિ પંચામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો સમય 3 થી 6 રાખવામાં આવેલ છે. સાથે સાથો નિત્ય સત્સંગ બાદ વિવિધ મનોરથોના દર્શનથી પણ લાભાન્વિત કરાશે. મહોત્સવનું સ્થળ અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ, સેટેલાઇટ ચોક, પેકડ રોડ રાખવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 31/8 થી 2/10 દરમિયાન વલ્લભીય વ્રજયાત્રા લીલી પરિક્રમાનું વલ્લભધામ આચાર્ય પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલછે. જેમાં સમગ્ર વિશ્ર્વમાંથી પ00 જેટલા વૈષ્ણવો સહભાગી થઇ ધન્યતા અનુભવશે. સમગ્ર વૈષ્ણવસૃષ્ટિને યાત્રામાં સહભાગી થવા વૈષ્ણવસમિતિ દ્વારા અનુરોધ છે.
આ પુષ્ટિ પંચામૃત મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ધનસુખ ભંડેરી, અરવિંદ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા સહીતના લોકો ઉ5સ્થિત રહેશે.