નાવિકો દ્વારા રમત રમાઈ હતી જેમાં કુલી પ્રેક્ષકો બન્યા હતા અને મેચ નિહાળ્યો હતો
વિશ્વમાં અને રમતો રમવામાં આવતી હોય છે પરંતુ તેમાં એક માત્ર ક્રિકેટ રમત જ એવી ગેમ છે કે જે વિશ્વ વિખ્યાત છે અને તેને નિહાળવા માં અને તેને રમવામાં લોકો સતત પ્રયત્નશીલ અને હરખ અનુભવતા હોય છે. પરંતુ જાણવા જેવી વાત તો એ છે કે ભારતમાં સર્વપ્રથમ ક્રિકેટ મેચ ગુજરાતના ખંભાત ખાતે રમાયો હતો જેમાં નાવિકો ક્રિકેટ મેચ રમ્યા હતા અને કુલી મેચના પ્રેક્ષકો બની રમતને નિહાળી હતી.
હાલ ગુજરાતનું ખંભાત ૧૮મી સદીમા કેમ્બે તરીકે ઓળખવામાં આવતું હતું જે અંગેની વાત લેફ્ટનન્ટ ડાવીંગે તેની પ્રકાશિત થયેલી પુસ્તકમાં જણાવ્યું હતું. આ પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા જ્યારે કેમ્બે પોર્ટ ઉપર ઉતર્યા ત્યારે તેઓએ ક્રિકેટ મેચ રમ્યો હતો અને દરરોજ તેઓ ક્રિકેટની રમત રમતા હતા.
લેફ્ટનન્ટ ડાવીંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે તેઓ ક્રિકેટની સાથોસાથ ગામના લોકો સાથે પણ સતત વાતચીત કરતા હતા અને તેમનો અનુભવ ને પણ સાંભળતા હતા. જે આગળ જતા એક મિત્રતામાં સંબંધ રૂપાંતરિત થયો હતો. લેફ્ટનન્ટ ડાવીંગના જણાવ્યા મુજબ ક્રિકેટ એક માત્ર રમત જ નહીં પરંતુ તે સબંધ વિકસાવવા માટેનું એક માધ્યમ છે જે ૧૮મી સદીમાં જોવા મળ્યું હતું અને આજદિન સુધી તે યથાવત રહ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તજીવન સ્વામી એ કેન્યામાં ક્રિકેટની શરૂઆત માં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા ના મુક્ત જીવન સ્વામીએ કેન્યામાં 1975માં ક્રિકેટની શરૂઆત માં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવેલું ક્લબ આજે કેનીયન નેશનલ ક્રિકેટ પ્લેયર તરીકે પ્રસ્થાપિત થયું છે. મુક્તજીવન સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ક્લબના 25 ખેલાડીઓ આજે ત્યાંની નેશનલ ટીમમાં રમી રહ્યા છે જેમાંથી એસી ટકા એશિયન કમ્યુનિટી અને ૨૦ ટકા આફ્રિકન છે.
બીજી તરફ સ્વામીબાપા સીસીના ખજાનચી શશીભાઇ સમજાણી એ જણાવતા કહ્યું હતું કે મુક્તજીવન સ્વામી એ કેન્યામાં ક્રિકેટ મેચ ખૂબ જ પ્રોત્સાહિત કર્યું છે પરિણામે સારા એવા ખેલાડીઓ પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.