ગામડાઓમાં માહી મોલ્સ વિકસિત કરાશે: વાર્ષિક ટર્નઓવર રૂ.1700 કરોડે પહોંચવાના એંધાણ

ગુજરાતની પ્રથમ નવી પેઢીની એકમાત્ર દૂધ ઉત્પાદક કંપની(એમપીસી) માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની કે જે લગભગ એક દાયકા પહેલા નવી પેઢીના સહકારી સંકલ્પનાને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી હતી તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે.

માહી એમપીસી જેની કામગીરી હમણાં સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મર્યાદિત હતી પરંતુ હવે માહી ડેરી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધારવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. સમગ્ર રાજ્યના નાના નાના ગામડાઓ સુધી પહોંચવાની સાથે વાર્ષિક ટર્નઓવર રૂ. 1700 કરોડને પાર લઈ જવાનો લક્ષ્યાંક માહી ડેરીએ જાહેર કર્યો છે.

પરંપરાગત સહકારી સંસ્થાઓથી વિપરીત એમપીસી કે જેને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, માહી ડેરી તે કંપની એક્ટ હેઠળ સંચાલિત થાય છે. માહી ડેરી ભારતના 18 ઓપરેશનલ મિલ્ક પ્રોડ્યુસર કંપનીમાંથી એક છે કે જેની માર્ચ 2013 માં વ્યાપારી કામગીરી શરૂ કરાઈ હતી.હાલમાં માહી ડેરી જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર પંથક, દેવભૂમિ દ્રારકા સહિત 11 જિલ્લાના 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641  સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે.

ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022માં માહી ડેરીએ તેની ઘી બ્રાન્ડ – ગીર અમૃત – તેના પ્રવાહી દૂધ, દહીં, છાશ, પનીર, શ્રીખંડના ઉત્પાદન પોર્ટફોલિયોમાં નવીનતમ ઉમેરો રજૂ કર્યો.

માહી એમપીસીના ચીફ એક્ઝિક્યુટિવ અને ડિરેક્ટર ડો. સંજય ગોવાણીએ જણાવ્યું હતું કે, હવે અમે ગ્રાહક પેકેટમાં લસ્સી, ટેબલ અને સફેદ માખણ અને મિલ્ક શેક્સની શ્રેણી સાથે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધારો કરીશું. અમે ધીમે ધીમે ખેડૂતો અને ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે. પરંતુ અમારું વેચાણ વધારવું એ એક પડકાર છે. તેથી અમે ગ્રામીણ વિસ્તારો દ્વારા અમારી પહોંચ વધારવા, માહી મોલ્સની સ્થાપના અને માહીના પસંદગીના આઉટલેટ્સનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના અપનાવી છે, તેવું તેમણે જણાવ્યું હતું. ગોવાણીએ જણાવ્યું હતું કે, અમે ગામડાઓમાં માહી મોલ્સ શરૂ કર્યા છે. અમારી પાસે પહેલાથી જ આવા 34 માહી મોલ્સ છે અને અમારો લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં તેને 200 સુધી વધારવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે શહેરી ગુજરાતમાં એમપીસી માહીને પ્રાધાન્ય આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું હતું કે, મોલ ક્ધસેપ્ટ દ્વારા અમે માત્ર દૂધ અને દૂધની બનાવટો જ નહીં પરંતુ પશુઆહાર ઉત્પાદનોનું પણ વેચાણ કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં માહીની પશુ આહાર ઉત્પાદન ક્ષમતા દર મહિને 1600 મેટ્રિક ટન છે.

વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક

માહી એમપીસીના ચીફ એક્ઝિક્યુટિવ અને ડિરેક્ટર ડો. સંજય ગોવાણીએ જણાવ્યું હતું કે, હવે અમે ગ્રાહક પેકેટમાં લસ્સી, ટેબલ અને સફેદ માખણ અને મિલ્ક શેક્સની શ્રેણી સાથે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધારો કરીશું. અમે ધીમે ધીમે ખેડૂતો અને ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે. પરંતુ અમારું વેચાણ વધારવું એ એક પડકાર છે. તેથી અમે ગ્રામીણ વિસ્તારો દ્વારા અમારી પહોંચ વધારવા, માહી મોલ્સની સ્થાપના અને માહીના પસંદગીના આઉટલેટ્સનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના અપનાવી છે, તેવું તેમણે જણાવ્યું હતું.

ચાલુ વર્ષમાં 200 માહી મોલ્સ વિકસિત કરાશે !!

માહી એમપીસીના ચીફ એક્ઝિક્યુટિવ અને ડિરેક્ટર ડો. સંજય ગોવાણીએ જણાવ્યું હતું કે, અમે ગામડાઓમાં માહી મોલ્સ શરૂ કર્યા છે. અમારી પાસે પહેલાથી જ આવા 34 માહી મોલ્સ છે અને અમારો લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં તેને 200 સુધી વધારવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે શહેરી ગુજરાતમાં એમપીસી માહીને પ્રાધાન્ય આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

7 લાખ લિટરથી વધુ દુધનું કરાય છે સંપાદન !!

હાલમાં માહી ડેરી જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર પંથક, દેવભૂમિ દ્રારકા સહિત 11 જિલ્લાના 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641  સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે. હવે માહી ડેરી સૌરાષ્ટ્રથી આગળ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ગામડાઓમાં વ્યાપ વધારવા તરફ આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.