ઢવાણા ગામે 17 વર્ષથી માલિકીની જમીન પચાવી પાડનાર શખ્સ વિરૂધ્ધ આકરી કાર્યવાહી
રાજ્ય સરકાર દ્વારા પારકી જમીન પચાવી પાડનારરા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ હળવદ તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો છે જેમાં ઢવાણા ગામે સરંભડા ના યુવાન ની છેલ્લા 17 થી 18 વર્ષથી જમીનનો કબજો કરીને લેનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઢવાણા ગામે રહેતા આરોપી સવજીભાઈ ત્રીકુભાઈ કોળી જે જેન્તીભાઈ ની માલિકીની સરવે નંબર 456 પૈકી 1 તથા 456 પૈકી 2 વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરીઆ જમીન પર તારીખ 1/1/2003 થી તારીખ 2/4/2021 સુધી ગેરકાયદેસર કબજો રાખી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ દાખલ થઇ છે
જેથી હળવદ પોલીસે પણ જમીન માફિયાઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે ગુજરાત જમીન પચાવી પાડનાર પર (પ્રતિબંધ )અધિનિયમ 2020 ની કલમ 3,4,(1)(3),5(ગ)મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે