કોરોનાગ્રસ્ત યુવાન મુંબઈથી જૂનાગઢ આવ્યો હતો: જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની કુલ સંખ્યા ૩ થઈ
જૂનાગઢના વહીવટી, પોલીસ, આરોગ્ય અને અન્ય તંત્રની કાળજી અને જૂનાગઢમાં કોરોના ન પ્રવેશે તે માટેની મહેનત તથા લોકો પાંચ દિવસ ઘરમાં પુરાઈ રહ્યા તેના ઉપર પાણી ફરી વળ્યું છે, અને જૂનાગઢ મહાનગરનો સર્વપ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હાલમાં જૂનાગઢમાં કોરોના પોઝિટિવનો આંક ત્રણ ઉપર પહોંચ્યો છે.
જુનાગઢમાં રવિવારે રાત્રે એક ૨૪ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તે વિસ્તારને આજે સવારથી ક્ધટેઈનમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે, તથા આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું હોવાનું જૂનાગઢ મનપા કમિશનર તુષાર સુમેરા એ જણાવ્યું છે.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ગત પાંચ મે ના રોજા મુંબઈથી એક દંપતી જુનાગઢ આવ્યું હતું અને તેમને હોમ કોરિંતા ઈન રાખવામાં આવ્યા હતા, પરંતુ ગત તારીખ આઠ ના રોજ તેમને તાવ આવ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગને જાણ કરતા, આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ લઈ ભાવનગર ખાતે પુથકરણમાં મોકલ્યા હતા ત્યારે ગત રવિવારની રાત્રિના મુંબઈથી આવેલ ૨૪ વર્ષીય યુવાનના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ બાબત તંત્રના ધ્યાનમાં આવતા તાત્કાલિક મનપાના મેડિકલ ઓફિસર ડો. રવી તથા તેની ટીમ જૂનાગઢ મધુરમ વિસ્તારમાં પહોંચી હતી અને યુવકને લઈ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોવિડ ૧૯ વોર્ડમાં સારવાર માટે રાખી દેવામાં આવ્યો હતો.
જૂનાગઢના જિલ્લા કલેકટર ડો. પારધી એ ગત રાત્રીના ટ્વિટ કરી જૂનાગઢ માં સર્વપ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોવાનું જાહેર કર્યું હતું, બીજી બાજુ આજે સવારે જૂનાગઢ મનપાના કમિશનર તુષાર સુમેરાએ આ વિસ્તારને ક્ધટેઇન્મેંત જાહેર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. તંત્રમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંબઈ થી પાંચ મે ના રોજ આવેલા આ દંપતી ને હોમ કેરોંતા ઈન કરાયેલ હતા અને પોઝિટિવ આવેલા યુવાને પોતાની હિસ્ટ્રીમા ઘરની બહાર ન નીકળીયો હોવાનું જણાવ્યું છે, ત્યારે તંત્ર એ થોડી રાહતનો શ્વાસ લીધો છે, જો કે ઘરના તમામ સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા છે.