- નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરાયું
- મ્યુનિસિપલ કમિશનર દ્વારા કલેક્ટર અને વહીવટદાર સમક્ષ બજેટ રજુ કરાયું
- કુલ રૂપિયા 783.2 કરોડનું બજેટ રજુ
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કલેક્ટર સમક્ષ અને વહીવટદાર સમક્ષ આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કુલ રૂપિયા 783.2 કરોડનું બજેટ રજુ કરાયું હતું. મારવેલસ મોરબી થીમ બજેટ ૨૦૨૫-૨૬ ના ટાઇટલ સાથે આ બજેટ રજૂ કરાયું હતું. જેમાં માર્વેલસ મોરબીનો ખ્યાલ,વિકાસના મુખ્ય ત્રણ આધારસ્તંભ, આગવી ઓળખ, બજેટ એટ ગ્લાન્સ, બજેટમાં સમાવિષ્ટ વિવિધ વિભાગો અને બજેટની ફાળવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. કેપિટલ બજેટ 711.77 કરોડ અને રેવન્યુ બજેટ 71.25 કરોડ તેમજ ડિપોઝિટ માટે 50.22 કરોડનો સમાવેશ થાય છે. બજેટમાં મહત્વની જાહેરાત એ કરવામાં આવી છે હાલ કરવેરામાં કોઈ વધારો કરાયો નથી.
અનુસાર માહિતી મુજબ, મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે આજે મોરબી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કલેક્ટર સમક્ષ અને વહીવટદાર સમક્ષ આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કુલ રૂપિયા 783.2 કરોડનું આ બજેટ વિશે વિગતવાર માહિતી કમિશનર દ્વારા આપવામાં આવી હતી.
મારવેલસ મોરબી થીમ બજેટ 2025-26ના ટાઇટલ સાથે આ બજેટ રજૂ કરાયું હતું જેમાં માર્વેલસ મોરબીનો ખ્યાલ,વિકાસના મુખ્ય ત્રણ આધારસ્તંભ ,આગવી ઓળખ,બજેટ એટ ગ્લાન્સ,બજેટમાં સમાવિષ્ટ વિવિધ વિભાગો અને બજેટ ની ફાળવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી કુલ રૂપિયા 783.02 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કેપિટલ બજેટ 711.77 કરોડ અને રેવન્યુ બજેટ 71.25 કરોડ તેમજ ડિપોઝિટ 50.22 કરોડનો સમાવેશ થાય છે.
આ બજેટમાં મહત્વની જાહેરાત એ કરવામાં આવી છે હાલ કરવેરામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં .અને સૌથી મોટા કામોની વાત કરીએ તો લીલાપર રોડ થી દલવાડી સર્કલ સુધીની સિંચાઈની મુખ્ય કેનાલ પર કેનાલ કેન્ડયુટ (કેનાલ પેક કરવાની) કામગીરી,હેરિટેજ વોક વે એવા મહેન્દ્ર ડ્રાઇવ રોડ નું બ્યૂટીફીકેશન તેમજ નગર દરવાજા થી ગ્રીન ચોક અને દરબારગઢ સુધી હેરિટેજ પાથ બનાવવામાં આવશે,ઉમિયા સર્કલ પાસે 75 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે,મુખ્ય કચેરી અને બે ઝોન ઓફિસ 58 કરોડના ખર્ચે બનાવવામાં આવશે ,13 વોર્ડ ઓફિસ 8 કરોડના ખર્ચે અને સેન્ટ મેરી સ્કૂલ પાસે રેલ્વે ઓવર બ્રિજ બનાવવાનું કામ કરવામાં આવશે,હયાત 24 સર્કલના બ્યુટી ફીકેશન,મચ્છુ નદીમાં ડાઉન સ્ટ્રીમ બ્રિજ અને 2 અપસ્ટ્રીમ બ્રિજ ,તેમજ રિંગ રોડના કામની જોગવાઈ કરવામાં આવી છે.
શનાળા રોડ,નવલખી રોડ,નાની કેનાલ રોડ,એસપી રોડથી આલાપ રોડ,લાલબાગથી અરુણોદય સર્કલ અને અરુણોદય સર્કલથી ઉમા સ્કૂલ સુધી આઇકોનિક રોડ વિકસાવવામાં આવશે. વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ અને સ્ટ્રોમ વોટરની સુવિધાઓ માં વધારો કરવામાં આવશે. નવી ડ્રેનેજ પાઇપલાઇન,પાણીની પાઇપલાઇન,નવા વાહનોની ખરીદી,આધુનિક ટેક્નોલોજીના સાધનો વિકસાવવાની જોગવાઈ કરાઇ,વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે વેસ્ટને રિસાયકલ કરી નવી વસ્તુઓ બનાવવાંની કામગીરી કરાશે.હયાત નવ ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવશે,૨૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે.જુદી જુદી ત્રણ જગ્યાએ 45 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.18 કરોડના ખર્ચે નવા ફાયર વાહનોની ખરીદી કરાશે.
ગાર્ડન લાઇબ્રેરી,3 લાયબ્રેરીનું રિનોવેશન કરાશે.શહેરના મુખ્ય રસ્તાઓ,વિસ્તારોમાં CCTV મૂકવામાં આવશે. જેમાં AI ટેક્નોલોજીની મદદથી નજર રાખશે. CCTV મારફતે જાહેરમાં કચરો નાખતા લોકો પર પણ નજર રાખવામાં આવશે. મલેરિયા વિભાગ માટે બે બિલ્ડિંગ ઊભી કરાશે. મુખ્ય રસ્તાઓ પર લાઈટિંગ માટે 3 કરોડ અને હાઈ માસ્ટ ટાવર માટે 28 લાખની જોગવાઈ કરાઇ. સ્પોર્ટ કોમ્પલેક્ષ માટે 10 કરોડની જોગવાઈ. બસ ડેપો 5 કરોડ,મળતી લેવલ પાર્કિંગ 10 કરોડ,ટ્રાફિક સિગ્નલ માટે 1.25 કરોડ ,શહેરી વિસ્તારમાં 50 જગ્યાએ આંગણવાડીનું કામ કરશે.
DP બનાવવાનું આયોજન 5 કરોડના ખર્ચે કરાશે.રખડતા ઢોર પકડવા માટે અત્યારે બે વાહનો છે હું બે વાહનોની ખરીદી કરવામાં આવશે જેથી કામગીરી ઝડપી બનશે.
અહેવાલ : ઋષિ મહેતા