પરિવર્તન જીવનનો નિયમ છે, દરેક સ્થિતિઓ ક્ષણીક છે તે પછી દુ:ખ હોય કે સુખ

યે જવાની હૈ દિવાની ફિલ્મનું સોંગ ‘દિલ પે પથ્થર રખ કે મુહ પે મેકઅપ કર લીયા, મેરે સૈયાજીસે આજ મેને બ્રેકઅપ કર લીયા’ ગાલીબોની સાયરી અને દુ:ખભરી દાસ્તાન સાથે પ્રેમસંબંધોનો અંત થતો તે જમાનો આજે રહ્યો નથી. ૨૧મી સદીની યુવા પેઢી બ્રેકઅપને પણ પર્વની જેમ ઉજવે છે અને પાર્ટી કરે છે.

કોઈ સાથે લાગણીમાં બંધાયા હોય અને વિખુટા પડે તો દુ:ખ તો થાય પરંતુ પહેલુ બ્રેકઅપ એ ‘બ્લેસીંગ ઈન ડિસગ્વેઝ’ સાબીત થઈ શકે છે. એટલે કે, જે થયું તે સારા માટે થયું તેમ વિચારી જિંદગી આગળ વધે છે અને કોઈના વીના કંઈ અટકતું નથી, લાઈફ ગોઝ ઓન… આમ હવે આજની પેઢીમાં વિચારસરણી અને સંબંધો બદલ્યા છે. પહેલુ બ્રેકઅપ જીવનમાં ઘણુ બધુ શીખવી જાય છે અને જીવન કેવી રીતે જીવવું અને લાગણી પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલાય છે. એવામાં બ્રેકઅપ બાદ કેટલાક યુવક-યુવતિઓ બ્રેકઅપ પાર્ટી કરતા હોય છે. આમ આ પ્રકારનું જાણે ચલણ થઇ ચુકયું છે. પરંતુ એક અભયાસ મુજબ સામે આવ્યું છે કે પહેલી વખતનું બ્રેકઅપ પ્રેમ અને સંબંધો પ્રત્યે તમારી વિચારસણી બદલી શકે છે. બ્રેકઅપ બાદ દરેકને અહેસાસ થાય છે કે પ્રેમ સંબંધો તેમણે ખોટા વ્યકિત સાથે બનાવ્યા, અને ત્યારબાદ તેને તમને ભુલવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ખરાઅર્થમાં તમે આ ૫રિસ્થિતિમાંથી કંઇ રીતે બહાર આવે છો. તે ખુબ જ મહત્વનું છે. કહેવાય છે કે પહેલું બ્રેકઅપ એ બ્લેસીકા ઇન ડીસ્ગ્વેઝ કહેવાય છે. એટલે કે પહેલી વખતના દ્રષ્ટિકોણમાં એવું લાગે છે કે તમારી સાથે ખોટુ થઇ રહ્યું છે. પરંતુ બાદમાં અહેસાસ થાય છે કે જે થયું તે સારા માટે થયું. શરુઆતના સમયમા લોંગ ડ્રાઇવ, મુવી, અને રોમેન્ટીક આઇડિયાઝથી જીંદગી રંગીન લાગે છે પરંતુ ત્યારબાદ તે કપલ્સ એક બીજા સાથે સબંધો બનાવી રાખવા માટે ઝડગા મતભેદો અને શંકાનો સામનો કરતા હોય છે.

જીવનાા સૌથી અગત્યના પાસા સમાન મિત્રો જે સુખ દુ:ખની ઘડીમાં સથવારો બનતા હોય છે. બ્રેકઅપ એ તમારી મિત્રતાનો બીટમસ ટેસ્ટ સમાન હોય છે. કારણ કે અમુક લોકો જે તમારી ચિંતા કરતા હોય તે તમને છોડીને કયારેય નહી જાય, અને હા ગમે તે સ્થિતિમાં તમારી સાથે સથવારો બની ઉભા રહેશે હાર્ટબ્રેક શું છે. તે માત્ર અનુભવી શકાય છે. વર્ણવાતું નથી.કોઇના ચાલ્યા જવાથી જીવન કયારેય અટકતું નથી. માટે તમારી નબળાઇઓ અને પડકારોનો સામનો કરો. ભલે તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોય કામ તો કરવું જ પડે છે. સમય સાથે દરેક વસ્તુ સરખી થઇ જતી જ હોય છે. જીવન કયારેય સ્થીર રહેતું નથી પહેલું બ્રેકઅપ ઘણું શીખવે છે. બ્રેકઅપ બાદ તમે અન્ય સાથે લાગણી વ્યકત કરતા પહેલા વિચારતા થશે જીવનમાં કયારેય કોઇ આઇડીયલ  બનાવવા કરતા પોતાના જ ‘હિરો’બની જાવ જો તમે પોતાની જાત સાથે જ પ્રેમ નહી કરે તો અનય પાસેથી આશા રાખવી વ્યર્થ છે.એટલે કે પહેલું બ્રેકઅપ એ તમારા માટે શિક્ષક બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.