પતિની લાંબી આયુ માટે કરવામાં આવતું કડવાચોથનું વ્રત સ્ત્રીઓ માટે ખૂબ મહત્વનું છે આ દિવસે સ્ત્રી સારામાં સારો શણગાર સજી ચંદ્રને જળ અર્પિત કરી પૂજા કરે છે ત્યારે જે પરિણિતાને પ્રથમ કરવા ચોથ હોય તેના માટે શણગારએ ખૂબ મહત્વનો બની રહે છે. તો આવો જોઇએ તેવી નવ પરિણિતાએ કેવા સજવા જોઇએ શણગાર….?

ડ્રેસની મહત્વની ભૂમિકા

મેકઅપનો લુક ડ્રેસથી આવે છે એટલા માટે ડ્રેસની પસંદગી કરવા સમયે પોતાના રંગ કોમ્લેક્શનને ધ્યાનમાં રાખો જો શ્યામ રંગ છે તો લાઇટ પણ ટ્રેન્ડીંગ કલર પસંદ કરો, ટ્રેડીશનલ લુક આપવાનું ચુંકશો નહિં.

મેકઅપ જેના વગર અધુરો છે શણગાર.

સૌથી પહેલા મોઢું સાફ કરી પૂરા ચહેરા પર મોશ્ચૂરાઇઝર લગાવો, ત્યાર બાદ કોઇ પણ ક્રિમ, ફાઉન્ડેશન અથવા ફેસ પાઉડર લગાવી શકો છો. જો રેટ્રો લુક ઇચ્છો છો તો રંગનો ઉપયોગ કરો, ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગોળ બીંદી જરુર લગાવો. લીપસ્ટીક લગાવતા પહેલાં લીપ લાઇનર લગાવો અને બાદમાં તેમાં લીપસ્ટીક લગાવો, અને બાદમાં લીપગ્લોઝ લગાવવાનું ચુંકશો નહીં. જેથી પતિ તમારા ગુલાબી હોઠ જોઇ તમારા પર ન્યોછાવર થઇ જાય…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.