દામનગર સમાચાર
વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલ કૃષ્ણ સાહિત્ય સભા ચિતલ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાલકૃષ્ણ દવેના જન્મ દિવસ નિમિત્તે પ્રતિ વર્ષ બાલ કૃષ્ણ દવે એવોર્ડ લોકસાહિત્ય ક્ષેત્રે પ્રસાર અને પ્રચાર માટે નો પ્રથમ એવોર્ડ લોકસાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ કવિ સાહિત્યકાર અને સંશોધક એવા મહેન્દ્રભાઈ જોશીને રૂપિયા 11000ની રાશિ સાથેનો એવોર્ડ એનાયત કરાયો હતો .
મુખ્ય દાતા ચિતલના ભૂતપૂર્વ તબીબી સેવા ભાવિ ડોકટર રાજેશભાઈ પટેલ અને ડો.ઉષાબેન પટેલના સૌજન્યથી પદ્મશ્રી હાસ્યકાર શાહબુદ્દીનભાઈ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો . આ સુંદર કાર્યક્રમનું ઉદઘાટન માનવ મંદિર સાવરકુંડલાના ભક્તિરામ બાપુ અને દાન મહારાજની જગ્યા ચલાલાના લઘુમંત પ્રયાગરાજ ભગત હસ્તે કરવામાં આવેલ હતું .
ભજન સમ્રાટ નિરંજનભાઈ પંડ્યા સહિત અનેક નામી અનામી સાહિત્યકારો , કલાવૃંદો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં પ્રથમ “બાલકૃષ્ણ દવે” પુરસ્કાર પ્રતિવર્ષ લોકસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર પ્રતિભાઓને એનાયત કરવાનો સંકલ્પ કરતી બાલકૃષ્ણ સાહિત્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .