થ્રીડી પ્રિન્ટેડ હાર્ટને મનુષ્યના હૃદય સમાન ઉપયોગી બનાવાશે: ઈઝરાયલી વૈજ્ઞાનિકોને સૌથી મોટી સફળતા
શરીરના ખુબ જ મહત્વના અંગોમાં મગજ અને હૃદયનું સ્થાન છે. મનુષ્ય માનસીક રીતે બિમાર પડે તો તેની સારવાર થાય પરંતુ તેનું હૃદય ધડકતું બંધ થઈ જાય તો ? તેનું કોઈ વિકલ્પ નથી. વર્તમાન સમયમાં મનુષ્યના હૃદયને ટ્રાન્સ પ્લાન્ટ જ‚ર કરવામાં આવ્યું છે પરંતુ પ્રથમ વખત ઈઝરાયેલના વૈજ્ઞાનિકોએ માનવની માશપેશીઓ અને સેલ્સના માધ્યમથી પ્રથમ કૃત્રિમ થ્રીડી હાર્ટ તૈયાર કર્યું છે.
જેના નિર્માણ સિલિકોનમાંથી કરવામાં આવે છે. એક વિશેષ પ્રક્રિયા બાદ સિલિકોન પણ શરીરના અન્ય અંગોની માફક આકાર ધરી લે છે. જોકે વર્તમાન સમયમાં આ પ્રકારના હૃદયને માનવ શરીરમાં અપનાવવું મુશ્કેલ છે.આ કૃત્રિમ હૃદયમાં વાલ્વ, ધમણીઓ અને અગ્ર મહાશિશનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ભુતકાળમાં કૃત્રિમ થ્રીડી પ્રિન્ટ હૃદય બનાવવામાં આવ્યા છે પરંતુ આ હૃદય સૌપ્રથમ છે જે મનુષ્યની ટિશ્યુમાંથી બન્યું છે. જોકે એમ છતાં આ હૃદય હાલ કોઈ મનુષ્યને માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં.
સોમવારે તેલ અવિવની એક યુનિવર્સિટીએ આ હૃદય વિશેની માહિતી શેર કરી હતી. આ કૃત્રિમ હૃદયને હવે માનવીના દિલ સમાન ધડકતું કરી શકાય તેવી પ્રક્રિયામાં કરવામાં આવશે.આગામી સમયમાં આ પ્રકારના અંગો, ઓરગન પણ બનાવી શકાય છે. આગામી ૧૦ વર્ષોમાં દુનિયાની સૌથી ફાયનેસ્ટ હોસ્પિટલમાં ઓર્ગન પ્રિન્ટર પણ શકય બની શકે છે પરંતુ કૃત્રિમ હૃદય અંગે થયેલ શોધને ખુબ જ સફળતા મળી છે.