પરીક્ષા કામગીરીમાં બહારગામ જતા કર્મીઓના મહેનતાણામાં વધારો કરવાની ભલામણ

ભાષા સિવાયના વિષયોમાં પ્લેગેરીઝમ સર્ટિફિકેટ, જેતપુરની બોસમિયા કોલેજ અને ગીતાજંલી કોલેજમાં બીએસ.સીનો અભ્યાસક્રમ, હરિવંદના કોલેજમાં ડીએમએલટીનો અભ્યાસક્રમ શરૂ કરવા ડિમાન્ડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૨મીએ મળનારી સિન્ડિકેટની બેઠક માટેનો પ્રથમ એજન્ડા જાહેર થઈ ચૂક્યો છે . જેમાં પરીક્ષા મુલ્યાંકન માટે બહારગામ જતા કર્મચારીઓના મહેનતાણામાં વધારો, ભાષા સિવાયના પ્લેગેરીઝમ સર્ટિફિકેટનો મુદ્દો અને ૩ કોલેજમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે ભલામણ આવી છે.

યુનિવર્સિટીમાં ૨૨મીએ સવારે ૧૧:૩૦ કલાકે સિન્ડિકેટની બેઠક મળશે તે અંગેનો પ્રથમ એજન્ડા જાહેર થઈ ચૂક્યો છે જેમાં પરીક્ષા કામગીરી માટે યુનિવર્સિટીના કર્મચારીઓને ચુકવવામાં આવતા મહેનતાણામાં વધારો કરવા માટેની દરખાસ્ત મુખ્ય છે. જેમાં પરિક્ષાના પેપરના મુલ્યાંકન અને પુન: મૂલ્યાંકન માટે પરીક્ષકોને ઉતરવહી આપવા અને પરત લાવવા માટે તથા કેન્દ્ર પર પરીક્ષા લખાયેલી ઉત્તરવહી જમા કરાવવા આવતા કર્મચારીઓનું ડીએ ઉપરાંતના રૂ.૫૦૦ અને સાથીભાઈને રૂ.૩૦૦ વધારનું મહેનતાણું ચૂકવવા ભલામણ કરાઈ છે .

આ ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પીએચ.ડીનું થિસીસ કરતા વિદ્યાર્થીઓ અને ભાષા સિવાયના વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય પણ સિન્ડિકેટમાં લેવાશે તેમજ જેતપુરની બોસમિયા કોલેજમાં બીએસ.સી આઇટીનો અભ્યાસક્રમ, ગીતાજલી કોલેજમાં બીએસ.સી અને હરિવંદના કોલેજમાં ડીએમએલટીનો નવો અભ્યાસક્રમ મુકવા દરખાસ્ત કરાઈ છે સાથે જ બી.એડ અને એમ.એક્સ્ટર્નલ બન્ને કોર્ષ એકસાથે કરતા દીપ્તિ રાવલની એમ.એનું ડીગ્રી રદ કરવાનો નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.