શહીદ જવાનોને શ્રઘ્ધાંજલી અર્પણ: ફાયર વાહનો સાધનોની રેલી યોજાઇ
રાજકોટ મહાનગરપાલીકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ દ્વારા એક વર્ષમાં ૧૧૩૨૧ કોલનો નિકાલ કરવામાં આવ્યો છે. ફાયર સર્વીસ ડે નીમીતે આજે કોર્પોરેશન દ્વારા શહીદ જવાનોને શ્રઘ્ધાંજલી અર્પવા, આગ આપત્તીઓને લોક જાગૃતિ લાવવા તથા ફાયર વાહનોના સાધનોની રેલીનું આયોજન કરાયું હતું.
૧૪ એપ્રિલ ૧૯૪૪ ના રોજ બોમ્બે ડોક યાર્ડ ખાતે લાંગરેલી ફર્ડ સ્ટીફન નામની સ્ટીમરમાં લાગેલ વિનાશક આગ તથા થયેલ વિસ્ફોટમાં મુંબઇ ફાયર સર્વીસના ૬૬ જવાનો શહીદ થયા હતા. આ વિનાશક બનાવને નજર સમક્ષ રાખી ભારત સરકારના ગૃહ મંત્રાલય તથા ફાયર એડવાઇઝરી કમીટી દ્વારા ભારતભરમાં આ દિવસને ફાયર સર્વીસ ડી તરીકે મનાવી શહીદ થયેલ જવાનો ઉપરાંત દેશની તમામ ફાયર સર્વીસમાં વર્ષમાં દરમ્યાન પોતાના જાનની પરવાહ કર્યા વિના અન્ય લોકોના જીવન બચાવવા શહીદ થયેલા દેશના ફાયર જવાનોને પણ આ દિવસે યાદ કરી ર મીનીટ મૌન પાળી શ્રઘ્ધાંજલી આપવામાં આવે છે.
આ અનુસંધાને રાજકોટ ફાયર સર્વીસ ઓલ સ્ટાફ દ્વારા બાપા સીતારામ ચોક, મવડીગામ પાસે રાજકોટ ખાતે શ્રઘ્ધાંજલી અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતું. તેમજ વર્ષ જેમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલીકાની ફાયર બિગ્રેડ શાખા દ્વારા એક વર્ષમાં આગના ૬૦૧ કેસો, એમ્બ્યુલન્સના ૫૬૬૭ કોલ, શબવાહિનીના ૪૭૫૫ કોલ, રેસ્કયુના ૧૫૦ કોલ, ફસાયેલા પશુ કાઢવાના ૨૮ કોલ, મકાન પડવાના ૪ કોલ, ગેસ લીકેજના ૪ કોલ, માર્ગ અકસ્માતના ૭ કોલ તથા દાઝીયાના ૭૫ કોલ સહીત કુલ ૧૧૩૨૧ કોઇ એન્ટેન્ડ કરાયા હતા.
શહીદ જવાનોને શ્રઘ્ધાંજલી અર્પણ: ફાયર વાહનો સાધનોની રેલી યોજાઇ