ફાયર બ્રિગેડે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
મોરબીના પંચાસર રોડ પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જાણવા મળ્યા મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં કોઈ કારણો સર આગ લાગતા મોરબી ફાયરની ટીમ ધટના સ્થળ પર પહોચી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો.
વધુમાં પંચાસર રોડ પર ગીતા ઓઈલ મીલ પાસે આવેલ અધ્યા મંડપ સર્વિસના ગોડાઉનમાં આગની ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમને થતા ફાયરની ટીમ ત્વરિત ધટના સ્થળ પર દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો, આગને કારણે મોટાપાયે નુકશાન પહોંચ્યાંની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com