ઓખામાં ઉષેશ્ર્વરગીરી માતાજીના સાનિધ્યમાં ચાલતી શિવપુરાણ કથાનો આજે નવમા દિવસે વિરામ લીધો હતો. જેમાં કથાકાર ગૌરાંગભાઈ જોષીએ છેલ્લે દિવસે વિદાય ગીત ગાય ને સર્વે શ્રોતાજનોની આંખશે ભાવ વિભોર કરી દીધી હતી. અને આ સાથે બાર જયોતીલીંગની ઉત્પતી અને મહત્વ સમજાવી શીવ મંદિરમાં કાચબો અને નંદીનું મહત્વ પણ સમજાવ્યું હતુ તથા આ નવદિવસને નવધા ભકતી ગણાવી હતી.
ઓખા આ તળાવની પવિત્ર ભૂમી પર આ ત્રિજી શિવકથા હોય તેથી આ તળાવનું નામ કરણ રાખવામાં આવ્યું હતુ આજથી આ તળાવ મહાદેવ તળાવના નામે ઓળખાશે કથા વિરામ બાદ પોથી યાત્રા સાથે બ્રાહ્મણોને દક્ષીણા આપી સાધુ સંતો ને સાથે બપોરની મહા પ્રસાદી સર્વે ભકતજનોએ સાથે લીધી હતી.