વિધાનસભાની ચુંટણી ટાણે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આક્ષેપ
આઇ.એસ.આઇ.એસ. ના બે ત્રાસવાદીએ ઝડપી લીધા હતા અન બે પૈકીનો એક ત્રાસવાદી કાસીમ ટીમ્બરેવાલા અહેમદ પટેલની ભરૂચની હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતો હતો.
તેમની ધરપકડ થાય તેના બે દિવસ પહેલા જ તેમણે હોસ્પિટલમાંથી રાજીનામુ આપ્યું હતું.
તેમણે આગળ જણાવ્યું હતું કે એહમદ પટેલે જ આ ટેકનીશીયનની ભરતી કરી હતી. આ બંને ત્રાસવાદીઓ ખાડિયાના એક ધાર્મિક સ્થળ પર તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર હુમલો કરવાના હતા. અહેમદ પટેલ આ હોસ્પિટલમાં ટ્રસ્ટી હતા હવે અહેમદ પટેલે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજયસભામાંથી રાજીનામું આપી દેવું જોઇએ કોંગ્રેસે તેમની પાસેથી જવાબ માગવો જોઇએ. વિધાનસભાની ચુંટણી ટાણે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આક્ષેપ છે.