માર્શલ આર્ટસ કોચીસ એસો.ની જીલ્લા કલેકટરને રજૂઆત

માર્શલ આર્ટસ અને વ્યાયામના તાલીમ વર્ગો શરૂ કરાવવા માર્શલ આર્ટસ કોચીસ એસોએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
રાજૂઆતમાં જણાવ્યુ હતુ કે રાજકોટમાં ૫૦થી વધુ કોચ છે જેની રોજીરોટી કરાટે, કુંગ્કુ તથા તાઇકવોનડોના કલાસની ચાલે છે. એવા યંગ એઇજના વિદ્યાર્થીઓ પણ છે કે જેઓ સ્ટડી કરતા કરતા આ માધ્યમથી પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે.
હાલના તબકકે છેલ્લા ૩ મહિનાથી વધુ સમયથી કોઇપણ કલાસ શરૂ ન હોવાથી તાલિમ સદંતર બંધ રહેલ છે, અને ૯૦%થી વધુ ઇન્સ્ટ્રકરો આ સિવાય બીજો કોઇ નોકરી ધંધો ન કરતા હોવાથી દરેક ઇન્સ્ટ્રકરોની આર્થિક હાલત એટલી હદે કફોડી બની ગઇ છે કે ન તો કોઇ જગ્યાનું ભાડું આપી શકે એમ છે, ન તો કોઇ લોનના ઇમેઆઇ ભરી શકે એમ છે, કે હવે તો ઇન્સ્ટ્રકટર પોતાનું ઘર ચલાવવા પણ સક્ષમ રહ્યા નથી. કરાટે કુંગ્કુ તથા તાઇફવોનડોના કલાસની અંદર એરકંડીશન કે કોઇપણ જાતના ઇકવીપમેન્ટસનનો ઉપયોગ થતો નથી તથા કરાટે, કુંગ્કુ તથા તાઇકવોનડોના કલાસમાં દુર દુર ઉભા રહીને જ એકસરાસાઇઝ, ફીફીમ, પંચીગ વગેરે કરાવવામાં આવતું હોવાથી સોશ્યલ ડીસ્ટન્સીંગ એની મળે વે જળવાઇ રહે છે, અને સોશ્યલ ડીસ્ટનસીગના સરકારના આદેશનું પાલન કરવું સહેલું બની જાય છે. માટે તેની પરવાનગી આપવામાં આવે તેવી માંગ છે. તેમ જીતેન્દ્ર મારૂએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.