‘સબ કા વિશ્વાસ લેજેસી ડીસ્પુટ રીઝયુલ્યુશન સ્કીમ ૨૦૧૯’ લાવીને કેન્દ્ર સરકાર સર્વિસ અને એકસાઈઝ ટેકસની વિવાદમાં ફસાયેલી રકમ છૂટી કરશે
દેશભરમાં ટેક્ષ કેસીમ અંતર્ગત જપ્ત કરાયેલા રૂપીયા ૩.૭૫ લાખ કરોડ છૂટા કરવા માટે નાણામંત્રી દ્વારા ખાસ યોજના તૈયાર કરવામાં આવી રહી
હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. નાણામંત્રી દ્વારા વિવિધ યોજનાઓમાં ૪૦ થી ૭૦%ના દંડ સહિતની જોગવાઈઓ સાથે ડિસ્કલોઝર કેસોના ઉકેલ લાવવા માટે યોજના લાવવામાં આવી રહી છે. ૩.૭૫ લાખથી વધુની રકમ સર્વીસટેક્ષ અને એકસાઈઝ સંબંધે જપ્ત કરવામાં આવી હોવાના નાણા મંત્રી નિર્મલા સિતારામને પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતુ. આ પોટલોની ગાંઠ ઉકેલીને આગળનો રસ્તો અખત્યાર કરવામાં આવશે અને આવા કેસોના ઉકેલ માટે ટુંક સમયમાં જ લીગેશીડિસ્યુટર રિશોલ્યુસન સ્ક્રીમ શરૂ કરવામાં આવશે. સબકા વિશ્વાસ ૨૦૧૯ જીએસટીના અમલને બે વર્ષ પૂરા થયા છે. આ ક્ષેત્ર પર હવે ધ્યાન દેવાની જરૂર છે. પ્રી જીએસટી સમય ગાળા અનેક વિવાદોનો ઉકેલ બાકી છે. ત્યારે ડિસકલોઝર કેસમાં ૪૦થી ૭૦%ના ટેક્ષ ડયુની વસુલાત સાથે આવા વિવાદોનો અંત લાવવામાં આવશે.
વોલન્ટરી ડિસકલોઝર માટે પેનલ્ટીના વ્યાજ અને ચૂકવણીનાં વિલંબ પર રાહત આપવાનું સરકાર વિચારી રહી છે. સબ વિશ્વાસ લીગેસી ડિસપ્યુટ રિઝોલ્યુશન સ્ક્રીમ ૨૦૧૯ અને ટેક્ષ અંગેના વિવાદોના ઉકેલ માટે આ યોજના ખૂબ ઉપયોગી બનશે. તેવું અર્થતંત્રના નિષ્ણાંતોનું માનવું છે.