એક બાજુ સરકાર પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો કરી છે ત્યારે બીજી બાજું ચાર ઓક્ટોબરથી પાઇપલાઇન દ્વારા વપરાતા એલપીજી ગેસના ભાવોમાં રૂપિયા 1.20 નો વધારો કર્યો છે. અને વાહનોમાં વપરાતા સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂપિયા 1.85નો વધારો કર્યો છે.
નાણાં મંત્રાલયે પોતાની ટ્વીટમાં કહ્યું છે કે આ આદેશ 4 ઑક્ટોબરથી લાગૂ થશે. નાણાં મંત્રાલયનું કહેવું છે કે આ પગલું ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના લીધે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો રોકવા માટે ભરાયું છે.
તો મહેસાણા અને તેની આસપાસના વિસ્તારમાં પીએનજી અને સીએનજીનો સપ્લાય આપતા સાબરમતી ગેસે પણ સીએનજીના ભાવમાં અદાણી ગેસની જેમ કિલોદીઠ રૂપિયા 1.83નો ભાવ વધારો કરી દેતા તેનો કિલોદીઠ ભાવ વધીને રૂપિયા 47.78નો થયો છે.
અદાણી ગેસની માફક જ ગુજરાતમાં મોટો ક્લાયન્ટ બેઝ ધરાવતા ગુજરાત ગેસના સંચાલકો પણ આગામી એકાદ દિવસમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરે તેવું જાણવા મળી રહ્યું છે. આ સાથેજ વાહનો માટે ઉપયોગમાં લેવાતા સીએનજીના કિલોદીઠ ભાવ રૂપિયા 45.95થી વધીને રૂપિયા 47.80 થઈ ગયા છે.