૮૦ વર્ષથી ઉપરના ૩૪,૮૭૮ વૃદ્ધોની વ્યકિતગત ખરાઈ કરવામાં આવશે

રાજકોટ કલેકટર કચેરી ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા અંગેની વિગતો અપાઈ હતી. જુલાઈ મહિનાથી ગુજરાત વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને મતદારયાદીની કામગીરી શ‚ કરવામાં આવી છે. જેમાં ૧લી તારીખે મતદારયાદીના મુસદાની પ્રસિઘ્ધ થઈ હતી. હવે તા.૩૧/૭/૨૦૧૭ સુધીમાં હકક-દાવા અને વાંધા સુચનો રજુ કરી શકાશે. તા.૯/૭, ૧૬/૭ અને ૨૩/૭ના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ નકકી કરેલા સ્થળોએ અરજીઓનો સ્વિકાર કરવામાં આવશે અને ૨૫ સપ્ટેમ્બરના રોજ મતદારયાદીની આખરી પ્રસિઘ્ધી થશે. આ કામગીરીમાં ૮૦ વર્ષથી ઉપરના વૃદ્ધોની વ્યકિતગત ખરાઈ કરવામાં આવશે. તેમજ હેલ્પ લાઈન નંબર અને મેસેજની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કામગીરીમાં જો કોઈપણ પ્રકારનો પ્રશ્ર્ન થશે તો સરકારના ખર્ચે ફરી કરવાનો નિર્ણય થયો છે. કુલ ૩૪,૮૭૮ મતદારો ૮૦ વર્ષથી ઉપરના છે. તેમની વ્યકિતગત ખરાઈ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને મતદાર યાદીની કામગીરીનો ધમધમાટ શ‚ થયો છે. જેના પગલે કલેકટર તંત્ર દ્વારા સંપૂર્ણ ભાગદોડ હાથ ધરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.