બપોરના સેશનમાં ધો.૧૨ કોમર્સમાં મનોવિજ્ઞાન અને સાયન્સમાં અંગ્રેજી વિષયનું પેપર લેવાશે: મહત્વના પેપરો લેવાઈ જતા વિર્દ્યાીઓએ રાહત અનુભવી
બોર્ડની પરીક્ષાના મોટાભાગના મહત્વના અને પ્રમાણમાં અઘરા ગણાતા વિષયોની પરીક્ષા લેવાઈ જતાં વિર્દ્યાીઓએ રાહતની સો હાશકારો અનુભવ્યો છે. આજે ધો.૧૦માં સવારના સેશનમાં સામાજિક વિજ્ઞાનનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ રહ્યું છે. જયારે બપોરે ધો.૧૨ કોમર્સમાં મનોવિજ્ઞાન અને સાયન્સમાં અંગ્રેજી વિષયનું પેપર લેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. આજે બોર્ડની પરીક્ષાના ૮માં દિવસે ધો.૧૦માં સવારે સામાજિક વિજ્ઞાનનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં શ‚ યું છે. વિર્દ્યાીઓ ચિંતામુકત અને હળવા વાતાવરણમાં પરીક્ષા આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં ધો.૧૦ અને ધો.૧૨માં મહત્વના પેપરો લેવાઈ જતાં વિર્દ્યાીઓ રાહત અનુભવી રહ્યાં છે. હવે માત્ર વૈકલ્પીક પેપરો જ બાકી રહેતા બોર્ડની પરીક્ષા અંતિમ તબકકામાં પ્રવેશી છે.
ધો.૧૦માં આજે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાઈ ગયા બાદ હવે માત્ર ૨ થી ૩ પેપરો જ લેવાનાર છે. જયારે ધો.૧૨ કોમર્સ અને સાયન્સમાં પણ એક-બે પેપર લેવાના બાકી હોય. બોર્ડની પરીક્ષાના આખરી તબકકામાં વિર્દ્યાીઓ હળવા મુડમાં જોવા મળી રહ્યાં છે. મોટાભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા, ટેબલેટ અને ચેકિંગ સ્કવોડની વિર્દ્યાીઓ ઉપર બાજ નજર રખાય છે ત્યારે પરીક્ષા દરમિયાન ચોરીનું દુષણ ઘણા ખરા અંશે ઘટયું હોવાનું જાણવા મળ્યું છે.
આજે બપોરના સેશનમાં ધો.૧૨ કોમર્સમાં મનોવિજ્ઞાન અને સાયન્સમાં અંગ્રેજી વિષયનું પ્રશ્ર્નપત્ર લેવાશે. બોર્ડની પરીક્ષા હવે અંતિમ તબકકામાં હોય શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી પણ ગણતરીના દિવસોમાં જ શ‚ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.૧૦ અને ૧૨ના મહત્વના પેપરોની ઉત્તરવહી રાજકોટમાં તપાસાય તેવી સંભાવનાઓ પણ વ્યકત થઈ રહી છે.
ધો.૧૦ અને ૧૨ કોમર્સ તેમજ સાયન્સમાં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં મોટાભાગના પેપરો સરળ નીકળતા વિર્દ્યાીઓમાં ખુશીની લહેર ફરી વળી છે અને મોટાભાગના વિષયોમાં હોંશિયાર વિર્દ્યાથીઓ વધુ માર્કસ મેળવવામાં સફળ રહે તેવી સંભાવનાઓ વ્યકત ઈ રહી છે. ત્યારે બીજીબાજુ પેપર સરળ રહેતા નાપાસ નારા વિર્દ્યાીઓનો ગ્રાફ પણ નીચો જવાની સંભાવનાઓ પ્રવર્તી રહી છે.