જિલ્લાની ૮ વિધાનસભા બેઠકોમાં ૬૨૭૨૭ મતદારોએ નામ ઉમેરવા, કમી કરવા, સુધારા-વધારા તેમજ સ્ળાંતર માટે કરી અરજી
આગામી ૩૦મીના રોજ ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ડેટા એન્ટ્રીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને હાલ ૯૯.૯૯ ટકા કામગીરી પૂર્ણ ઈ ગઈ છે. જિલ્લાની ૮ વિધાનસભા બેઠકોમાં મતદારો દ્વારા કુલ ૬૨૭૨૭ અરજીઓ કરવામાં આવી હતી જેના વાંધા સુચનો સાંભળી ૩૦મીએ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરી દેવામાં આવશે.
જાણવા મળતી વિગતો મુજબ ચૂંટણીપંચના આદેશ અન્વયે જિલ્લામાં હા ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણાની કામગીરી અંતર્ગત જિલ્લાની ૮ વિધાનસભા બેઠકોમાં નામ ઉમેરવા માટે ૩૧૭૬૬ અરજીઓ મતદારો દ્વારા કરવામાં આવી હતી. જેમાં ૪૦૮ અરજીઓ રદ્દ તા ૩૧૬૪૬ નામ નવા ઉમેરવામાં આવ્યા છે. એજ રીતે ફોર્મ નં.૭ એટલે કે, નામ કમી કરવા માટે જિલ્લા કુલ ૧૩૬૯૪ અરજીઓ મળી હતી. જે પૈકી ૨૧૮ અરજીઓ રદ્દ તા ઈઆરઓ નેટ મારફતે ૧૩૫૨૭ અરજીઓ નામ કમી માટે ડેટા એન્ટ્રીલમાં લેવામાં આવી છે.
જયારે નામ સરનામા, અટક વગેરે સુધારા માટે ફોર્મ નં.૮ કી કુલ ૧૨૮૫૫ મતદારોએ સુધારા-વધારા અરજી કરી હતી જે પૈકી ૧૧૫ અરજીઓ રદ્દ તા કુલ ૧૨૭૯૩ અરજીઓ ડેટા એન્ટ્રીમાં લેવાઈ છે જયારે એક જ મતદાન વિભાગમાં સ્ળાંતર યેલા મતદારોએ સ્ળ ફેર માટે રજૂ યેલા ફોર્મ નં.૮-અ અંતર્ગત ૪૭૭૨ અરજીઓ કરવામાં આવી હતી. જેમાં ૨૧ અરજીઓ રદ્દ કરવામાં આવતા કુલ ૪૭૬૧ અરજીઓની ડેટા એન્ટ્રી કરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કુલ મળી ૬૨૭૨૭ અરજીઓની ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરી ૯૯.૯૯ ટકા કામગીરી કરી છે.
દરમિયાન આગામી ૩૦ એપ્રીલના રોજ ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિધ્ધ કરવામાં આવશે અને સંભવત: આગામી મે માસમાં ફરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આવનાર હોવાનું ચૂંટણી વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com