શ્રી મહાવીરનગર સંઘનાં ઉપક્રમે સંઘનાં સદસ્યોના સ્વામિવાત્સલ્ય ભોજનનું પણ આયોજન

જીવનની કટોકટીની ક્ષણોમાં આત્માના ઊંડાણમાંથી સ્વયં સ્ફુરિત એલાં મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રને જીવનનો શ્વાસમંત્ર બનાવીને સિદ્ધહસ્ત કરનારા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા.ના બહ્મનાદે ચાલી રહેલી ૨૧ દિવસીય સંકલ્પ સિદ્ધિ સાધનાના ૨૧માં અને અંતિમ તબક્કાનું તેમજ ‘પ્રભુ સામે કે સો’ પ્રવચનનું આયોજન કાલે રવિવારે શ્રી મહાવીર સનકવાસી જૈન સંઘનાં આંગણે સવારે ૯:૧૫ કલાકે શ્રી પારસ હોલ,પારસ સોસાયટી,નિર્મલા સ્કૂલની સામે કરવામાં આવ્યું છે.

શ્રી વિરાણી પૌષધશાળાના પૂણ્યશાળી પ્રાગંણે ૧૦ જુની પ્રારંભ યેલી અને ત્યાર બાદ શ્રી રોયલપાર્ક ઉપાશ્રયના આંગણે ૨૦ રવિવારી અવિરતપણે વિશિષ્ટ પ્રકારના લય, પ્રત્યેક શબ્દોની વિશિષ્ટ પ્રકારની ગતિ, યોગ્ય આરોહ-અવરોહ અને પ્રભાવક શબ્દોના જોડાણને વિશિષ્ટ પ્રકારના સ્વરગુંજન સાથે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના શ્રીમુખેથી કરાવવામાં આવેલી પ્રભુ પાર્શ્વનાની ભક્તિરૂપઆ અદભુત મહાપ્રભાવક સંકલ્પ સિદ્ધિની સાધનામાં જોડાઈને દેશ-વિદેશના હજારો ભાવિકોના તન, મન અને જીવનની સમગ્ર નેગેટીવીટીને દૂર ઈને સર્વ પ્રકારે માંગલ્યતાની અલૌકિક અનુભૂતિ કરી છે.

આ સો જ રવિવારે શ્રી મહાવીરનગર સંઘનાં ઉપક્રમે શ્રીસંઘનાં સદસ્યોના સ્વામિવાત્સલ્ય ભોજન-સંઘ જમણનું આયોજન બપોરે ૧૨.૦૦ કલાકે પારસ હોલમાં કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.