એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી અંતિમ તબક્કામાં આવી પહોંચી છે અને આજે સાંજે ફાઇનલનો મહા જંગ ખેલાશે જેમાં પ્રથમ સેમી ફાઇનલમાં જાપાનને હરાવી ભારતે પોતાનું સ્થાન ફાઇનલમાં સુનિશ્ચિત કરી લીધું છે તો બીજી તરફ દક્ષિણ કોરિયા કે જે મજબૂત ટીમ છે તેને માતા આપી મલેશિયાએ પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજ સાંજે બંને ટીમો વચ્ચે જંગ ખેલાશે અને ફાઇનલ પણ અત્યંત રોમાંચક તબક્કામાં જોવા મળશે.
ભારતે જાપાનને 5-0થી પછાડી ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી
ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. સેમીફાઈનલ મેચમાં ભારતે જાપાનને 5-0થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત તરફથી આકાશદીપ સિંહે, હરમનપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત અને સેલ્વમ કાર્થીએ ગોલ કર્યા છે. હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. પ્રથમ ક્વાર્ટરમાં જાપાને ભારતને જોરદાર ટક્કર આપી એકપણ ગોલ કરવા ન દીધો… જોકે ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયા જબરદસ્ત પ્રદર્શન કરી 3 ગોલ કર્યા હતા. ત્રીજા અને ચોથા ક્વાર્ટર માં એક એક ગોલ કરી ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી.
દક્ષિણ કોરિયાને 6-2થી હરાવી મલેશિયા પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ્યું
કેમ હોકી ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બીજો સેમી ફાઈનલ મલેશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રમાયો હતો ત્યારે દક્ષિણ કોરિયાને 6-2થી હરાવી મલેશિયા પ્રથમ વખત એશિયન ચેમ્પિયનશિપ હોકીની ફાઇનલમાં પ્રવેશ્યું છે. બંને ટીમ વચ્ચે પ્રથમ ક્વાર્ટર ખૂબ રોમાંચક રહ્યો હતો અને કોરિયાય મેચની શરૂઆતની પ્રથમ ત્રણ મિનિટમાં જ પ્રથમ ગોલ ફટકાવ્યો હતો પરંતુ મલેશિયા ટીમે વળતો પ્રહાર કરી દક્ષિણ કોરિયાને ઘુટણીએ પાડ્યું હતું અને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.