ક્રિકેટ રસિકોમાં રોમાંચ: વિજેતા ટીમો એકબીજા સાથે પુરા જોશથી રમવા તત્પર: ફાઈનલમાં અનેક મહાનુભાવો આપશે હાજરી
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત સ્વ.નાથાભાઈ ડોડીયાનાં સ્મરણાર્થે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનાં પહેલા રાઉન્ડથી અનેક મેચો રસાકસી ભરી રોમાંચક રહી હતી અને બહોળી સંખ્યામાં પ્રેક્ષકોએ નિહાળી હતી અને તે પહેલા રાઉન્ડમાં સોલવન્ટ ઈલેવનનાં ખેલાડી હાર્દિકે યંગ સ્ટાર પાંજરાપોળ ટીમ સામે સદી નોંધાવી હતી અને તે ક્રિકેટરએ એક મેચમાં કુલ ૧૫ સીકસો મારી હતી અને તેની સાથે સદરહું મેચ રોમાંચક બન્યો હતો અને તે મેચ જોવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો.
આ ટુર્નામેન્ટનો પહેલા રંગેચંગે પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત સ્વ.નાથાભાઈ ડોડીયાનાં સ્મરણાર્થે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સેમી ફાઈનલ તથા ફાઈનલ તરફ પ્રયાણ થઈ રહ્યો છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ તા.૨/૬/૨૦૧૯નાં રોજ યોજાશે અને શાસ્ત્રીમેદાન ખાતે તેનો લાભ લેવા ક્રિકેટ રસિકોને અનુરોધ કરવામાં આવે છે. દરેક વિજેતા ટીમો એકબીજાની સામે પુરા જોમ, જોશ અને સ્ફુર્તિથી રમવા તત્પર છે.
આ ટુર્નામેન્ટનાં બીજો રાઉન્ડ કે જેમાં વિજેતા ટીમો એક બીજાની સાથે જોમ જુસાથી રમવાની છે અને અત્યંત રસાકસી જેવા મેચો રમાવાના છે તે મેચોમાં કોઈપણ કચાસ રહે નહીં તે માટે અત્યંત અનુભવી પોલીસ એમ્પાયર દ્વારા એમ્પાઈરીંગ કરવાના છે જેથી રમાનાર મેચ ખુબ જ ધ્યાનથી રમી શકાય. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત સ્વ.નાથાભાઈ ડોડીયાનાં સ્મરણાર્થે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો મેગા ફાઈનલ મેચ બીજી મે ૨૦૧૯નાં રોજ રાત્રે ૮:૦૦ કલાકે યોજાવાનો છે જેમાં ભારતીય જનતા પાર્ટીનાં મોટા ગજાના નેતાઓ હાજરી આપવાના છે તેવો મેસેજ વહેતો થયો છે.
આ ટુર્નામેન્ટનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનાં હસ્તે કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં શહેર યુવા ભાજપનાં પ્રમુખ પ્રદિપભાઈ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશભાઈ પીપળીયા તથા વોર્ડ નં.૭નાં પ્રમુખ જીતુભાઈ સેલારા, કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા સતત હાજરી આપીને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે આ ટુર્નામેન્ટમાં આજદિન સુધીમાં મહાનુભાવો મેયર બીનાબેન આચાર્ય, ધનસુખભાઈ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, દર્શિતાબેન શાહ, અંજલીબેન રૂપાણી, કાશ્મીરાબેન નથવાણી, કુંવરબા, પુનીતાબેન સોની, ડો.ઉનતીબેન ચાવડા, જયમીન ઠાકર, મનીષભાઈ રાડીયા, દલસુખભાઈ જાગાણી, પુષ્કરભાઈ પટેલ, હેમભાઈ ચૌહાણ, ભરતભાઈ ગમારા, વિક્રમભાઈ પુજારા, કાથડભાઈ ડાંગર, નીતીનભાઈ રામાણી, અનિલભાઈ પારેખ, મીનાબેન પારેખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.