આગામી ૪ ઓગષ્ટે ગુજરાતના તમામ સિનેમાઘરોમાં થશે રીલીઝ: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી ફિલ્મ
માતા-પિતાની આશા અને અપેક્ષા વચ્ચે ‚ંધાતા બાળકના મનને સુંદર રીતે રજુ કરતી અને સંખ્યાબંધ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘રોલ નં.૫૬’ આગામી ૪ ઓગષ્ટે ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ત્યારે આ ફિલ્મના રાઇટર અને ડિરેકટર ભાવિનભાઇ ત્રિવેદીએ ફિલ્મની ટીમની સાથે ખાસ ‘અબતક’ ના આંગણે આવી ફિલ્મ વિશે માહીતી આપી હતી.
ભાવિનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે એક અંંદાજ મુજબ ભારતમાં દર વર્ષે સાત લાખ બાળકો ઘર છોડીને ભાગી જાય છે. મોટાભાગના પરીવારોમાં જેમ બાળક મોટું થતું જાય તેમના માતા-િ૫તાનો બાળક પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને અપેક્ષાઓ સતત વધતી રહે છે જો કે બાળક શું વિચારે છે તેની કોઇ પરવા જ કરતું નથી અને પરિણામે કોઇ રસ્તો ન દેખાતા નિરાશ બાળક ઘર છોડીને ભાગી જવાનો અંતિમ વિકલ્પ પસંદ કરે છે. આ અત્યંત ગંભીર મુદ્દાનો ડિરેકટર અને રાઇટર ભાવિન ત્રિવેદીએ સુંદર રીતે ફિલ્મમાં બતાવી છે. ફિલ્મનું એક પાસું ચક્રવ્યુહમાં ફસાયેલા બાળક માટે તેના મિત્રની લાગણી હુંફ અને મદદ પણ છે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતી સિનેમામાં વર્ષ પછી વાસ્તવિક મુદ્દાને દર્શાવતી ફિલ્મ બની છે તથા આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. જેને સંખ્યાબંધ એવોડર્સ અને નોમિનેશન મળ્યાં છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે દરેક દર્શક ફિલ્મની વાર્તાને પોતાની સાથે જોડી શકશે. ફિલ્મના ડાયલોગ, ગીત અને સંગીતને ગુજરાતી સ્પર્શ આપવા ઉપર પૂરતુ ઘ્યાન અપાયું છે.
તેમણે ઉમેર્યુ હતું કે જો ચીલાચાલુ વિષયોથી હટીને ગંભીર મુદ્દા ઉ૫ર ફિલ્મ બનાવવામાં નહી આવે તો ગુજરાતી ફિલ્મ ઉઘોગની પ્રગતિ થશે નહીં. સમાજનું પ્રતિબિંબ રજુ કરતી ફિલ્મો બનવી અત્યંત જરુરી છે.રોલ નં.૫૬ નું શુટીંગ કચ્છ,માંગરોળ, ગોંૅડલ, વિરપુર અને રાજકોટના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. અને પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં સિંક સાઉન્ડનો ઉપયોગ કરાયો છે. ફિલ્મના મુખ્ય કલાકારો હેત દવે, પ્રિન્સ શાહ, અશોક કુમાર બેનિસાલ, શ્રુતિ ઘોલપ અને બાબુલ ભાવસાર છે. ફિલ્મનું મ્યુઝિક મેહુલ ત્રિવેદી અને ગીતો જીગર જોષીએ લખ્યાં છે. હેત દવે, રાજકોટની આત્મીય સ્કુલના વિઘાર્થી છે જેને બોલીવુડના અશોકકુમાર બેનીવાલે તાલીમ આપી છે. રોડ નં.૫૬ એ યુએસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફસ્ટિવલ ૨૦૧૬માં બેસ્ટ ફીચર ફિલ્મ ૪થા ઇન્ડિયન સિને ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૬, માં ડેબ્યુ ડિરેકટરનો એવોર્ડ જીત્યો છે. આ ઉપરાંત ફિલ્મનું મોનાર્ક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૬ પમાં દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૬ ક્રિએશન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૬, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ પ્રયાગ, દાદા સાહેબ ફાળદે ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૭માં ઓફિશિયલ સિલેકશન થયું છે. ગોલ્લા પુડી શ્રીનિવાસ નેશનલ એવોર્ડ ૨૦૧૭માં રોલ નઁ.૫૬ ફાઇનલીસ્ટ તરીકે ઉભરી આવી હતી. આમ રીલીઝ થતાં પહેલા જ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સફળતાનો ડંકો વગાડયો છે અને હજી પણ સંખ્યાબંધ નોમિનેશન મળી રહ્યાં છે.