• પ્રેમ જેવો કોઇ વાર નથી કે નથી કોઇ તહેવાર…..
  • ફિલ્મના કલાકારો ટીકુ તલસાણીયા, એમ. મોનલ ગજજર, પરીક્ષિત તમાલીયાએ ‘અબતક’ની મુલાકાતમાં ‘વાર તહેવાર’ ફિલ્મ વિશે રોચક ચર્ચા કરી
  • બીજીઓગસ્ટે સમગ્ર ગુજરાત તેમજ મુંબઇ મહારાષ્ટ્રમાં થશે રિલીઝ

પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર – આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય. આવી જ એક વાતને કહેવા માટે આવી સરસ મજાની ફિલ્મ “વાર તહેવાર” 2જી ઓગસ્ટ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મના મુખ્ય કલાકારો પરીક્ષિત તમાલીયા, એમ મોનલ ગજ્જર અને ટીકુ તલસાણીયા રંગીલા શહેર રાજકોટના મહેમાન  બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. ચિન્મય પી પુરોહિત દ્વારા લિખિત અને તેમના દ્વારા જ દિર્ગદર્શિત આ ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. થોડાં દિવસ અગાઉ રિલીઝ થયેલ ફિલ્મના ટ્રેલરને અદ્ભૂત પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા પણ વધી છે.

આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. આ ફિલ્મ પ્રેમની પરિભાષા સમજાવે છે. માંગલ્ય મીડિયા એન્ટરટેઇન્મેન્ટ એલએલપીના બેનર હેઠળ બનેલ અને મનીષ દેસાઈ તથા રીટા દેસાઈ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ પરિવારના ઈમોશન્સ અને કોમેડીનો સમન્વય ધરાવે છે જે જરૂરથી સફળ સાબિત થશે.

ફિલ્મના મુખ્ય પાત્રોમાં પરીક્ષિત તમાલીયા, એમ મોનલ ગજ્જર અને ટીકુ તલસાણીયા સજેવા દિગ્ગજ કલાકારો છે. તે સાથે ફિલ્મમાં અરવિંદ વૈદ્ય જેવા ઊંચા દરજ્જા ના જાણીતા એક્ટર પણ  ખાસ રોલમાં જોવા મળશે. તેમની સાથે જ આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્પેશ પટેલ, કલ્પના ગગદેકર, ભૂમિકા પટેલ જેવા કલાકારો ચાર ચાંદ ઉમેરશે. જાણીતી અભિનેત્રી મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળવાના છે.

ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીયે તો ફિલ્મમાં અભિનેત્રી એમ મોનલ ગજ્જર એક મનોવિજ્ઞાનીક પ્રીતલ પાઠકની ભૂમિકામાં છે તો પરીક્ષિત તમાલીયા રોબોટિક એન્જીનીયર શુભ મેહતાના રોલમાં જોવા મળવાનો છે. એટલે કે ફિલ્મના હીરો અને હિરોઈન જેઓ આજની જનરેશનને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. ફિલ્મના મુખ્ય નાયક શુભ મેહતા (પરીક્ષિત)નું સપનું છે એક આર્ટિફિશિયલ હાર્ટ બનાવવાનું. જેની સાથે એક રોબોટ પણ છે જે માનવ સંબંધોની વ્યાખ્યા પોતાની રીતે કહે છે. આ બંને કઈ રીતે મળે છે અને તેમના વચ્ચે પ્રેમ થશે કે નહિ અને જો થશે તો બંનેના દિલ જોડાશે કે તૂટશે ? તે તો આ ફિલ્મ થકી જ જાણવા મળશે.  ફિલ્મનું મુખ્ય કેન્દ્ર ઈમોશન્સ અને બે પેઢી વચ્ચેની વિચારધારાનું અંતર એ આ ફિલ્મ થકી ઘણું શીખવાડશે.

ટીકુ તલસાણીયા ફિલ્મમાં મોનલના પિતા તરીકે પોતાના આ વિચારોને મજાથી આ ફિલ્મમાં મૂક્યા છે તેવું દેખાઈ રહ્યું છે. ટીકુ તલસાણીયા જેવા જાણીતા અભિનેતાના પરિપક્વ અભિનય, કોમેડી ટાઈમિંગ તો જગ જાહેર છે. તેમ જ એક પિતાની સંવેદનાને, પિતાની ચિંતાને પણ તેમણે અદભુત રીતે ફિલ્મમાં બતાવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડક્શન વેલ્યૂ અને મ્યુઝિક સરાહનીય છે. ફિલ્મમાં આજની ટેક્નોલોજીથી પ્રેરિત રોબોટનું કેરેક્ટર ફિલ્મને સફળતાનાં શિખરે ચોક્કસપણે લઇ જશે.

ટીકુ તલસાણીયા નો “મારો રોલ ફેમીલીમેન, ખુશ મિજાજ અને ભાવુક પિતાનો છે અને હું મારી રિયલ લાઈફમાં પણ એવો જ છે. કોઈ પણ તહેવાર પરિવાર વિના શક્ય નથી અને તે જ વાત આ ફિલ્મમાં પણ બતાવવામાં આવી છે.”

પરીક્ષિત તમાલીયા નો  રોલ શુભ મહેતાનો છે જે એક રોબોટિક એન્જીનીયર છે અને જેના માટે પૈસા જ બધું છે. તેના જીવનમાં ભાવનાઓને સ્થાન નથી  પરંતુ અંગત જીવનમાં મારા માટે પરિવાર જ બધું છે.”

‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાતે આવેલા કલાકારો ટીકુ તલસાણીયા, એમ. મોનલ ગજજર, પરીક્ષિત તમાલીયા પ્રોડયુસર મનિષ દેસાઇએ ફિલ્મ વાર તહેવાર વિશેની રોચક વાતો વર્ણવી હતી. આ તકે પ્રોડયુસર મનીષ દેસાઇએ જણાવ્યું હતું કે, આપણને તહેવારોમાં રંગવા અને પ્રેમની ભાષામા તબરોળ કરવા વાર તહેવાર ફિલ્મ બીજી ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત સાથે મુંબઇ મહારાષ્ટ્રમાં રીલીઝ થશે. આ ફિલ્મ માત્ર પરિવારની વાત જ નહી પરંતુ આખા સમાજ અને આજની જનરેશનની વાતને પ્રસ્તુત કરશે.

હાલ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે: ટીકુ તલસાણીયા

‘અબતક’ સાથેની  વાતચીતમાં જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં તહેવાર અને ઝાકળ ઝોળ (ભપકો)નો સમન્વય થઇ ગયો છે. હવે લોકો તહેવારની વધારે મજા માણી રહ્યાં છે. લોકો હોળી, દિવાળી, નવરાત્રી સહિતના તહેવારોને પહેલાની જેમ માણતા થઇ ગયાાં છે. જીવનનો સૌથી મોટો અને મોંધેરો તહેવાર લગ્નનો છે. આપણે લગ્નને એક તહેવારની જેમ ઉજવીએ છીએ. મહેંદી, પીઠી સહિતની રસમો કરતા હોય છીએ. આ તમામ રસમો તમને અમારી વાર તહેવાર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં મેં એક પિતા તરીકેની ભુમિકા બખુબી નિભાવી છે. મને ખુબ જ આનંદ થયો છે. જો મને આનંદ થયો છે. તો મારા દર્શકોને જરૂરથી આનંદ થશે. અમારા રાઇટર- ડિરેકટરો જે વાર્તા લખી છે તે સૌ કોઇને પસંગ પડશે જ, મેં હિન્દી, ગુજરાતી ફિલ્મો ઘણી કરેલ છે. અને આજનો સમય ગુજરાતી ફિલ્મોનો ઘણો સારો છે. દરેક અઠવાડીયે એક થી બે ગુજરાતી ફિલ્મો આવી રહી છે જે પહેલા નહોતી આવતી. આજે આવે છેતે જ દર્શાવે છે કે લોકોને ગુજરાતી ફિલ્મો જોવી ગમે છે.

રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. તથા ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કાર એવોર્ડ માટે પણ નોમીનેટ થયેલછે તેથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલે છે.

વાર તહેવાર ફિલ્મ ગુજરાતી થાળી જેવી છે: પરિક્ષીત તમાલીયા

‘અબતક’ સાથેની વાતચીતમાં અભિનેતા પરીક્ષીત તમાલીયાએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં મારુ પાત્ર શુભ મહેતાનું છે. અને ફિલ્મમાં હું એન્જીનીયર છું. અને રોબોટ બનાવું છું. વિદેશી ભણીને ભારત પરત ફરી રોબોટ સાથે કામ કરી રોબોટ જેવો બની ગયો છું. અમારી ફિલ્મ લોકોને જકડી રાખશે.

ગુજરાતી યુથને કનેકટ કરવું હોય તો મ્યુઝીક એક બ્રીજ બની શકે છે. અમારી ફિલ્મોમાં ચાર ગીતો છે. જે જબરદસ્તી નાખવામાં નથી આવ્યા. ગીતો ફિલ્મની વાત ને આગળ વધાવતા જોવા મળશે. આજના સમયમાં લગ્નના ફટાણા કેવા હોય તે ગીતમાં જોવા મળશે. આ ફિલ્મમાં ફટાણા માં ઇન્ટ્રાગ્રામના રીલની વાત, મોટર ગાડીની વાત, ગુટર ગુ, ગાર્ડનમાં મળે છે તેવી વાતાો વર્ણવવામાં આવી છે. અમારી વાર તહેવાર ફિલ્મ ગુજરાતી થાળી જેવું છે. જેમાં ફરસાણ, મીઠાઇ, તીખાશ સાથે છેલ્લે છાશનો ઓડકાર લઇને જ થીયેટર માંથી બહાર આવશે. તેની ચોકકસ ગેરેન્ટી આપીશું.

અમારી ફિલ્મ દર્શકોને હસાવવાની સાથે રડાવશે પણ: મોનલ ગજજર

‘અબતક’ સાથેની વાતચીતમાં અભિનેત્રી મોનલ ગજજરએ જણાવ્યું હતું કે, હું એવી ફિલ્મો કરવાનું પસંદ કરું છું કે, જે પરિવાર સાથે બેસીને જોઇ શકો. અને તમને વારંવાર ફિલ્મ જોવી ગમે અમારી આવનારી વાર તહેવાર ફિલ્મ પણ એવી જ છે. જે એક પરિવારમાં દિકરી પોતે સ્વતંત્ર છે અને તે સાઇકલોજીસ્ટ છે. અને 30 વર્ષની ઉમર થઇ છે અને પપ્પા તેના માટે છોકરો શોકે છે. બહુ ઉમર થઇ ગઇ છે. આજની જનરેશન 40 વષે એક કમ્પેનીયન શોધવાનું વિચારે છે ત્યારે મા-બાપ દિકરીને સેટલ કરવાનું વિચારીને તેના લગ્નનું વિચારતા હોય, આ બન્ને વિચારોને પ્રસ્તુત કરતી અમારી આ વાર તહેવાર ફિલ્મ છે. દરેક લોકોને આ ફિલ્મની વાર્તા રિલેટ કરશે કે આજના સમયમાં છોકરા-છોકરીઓ મા-બાપને કહેતા હોય કે તમે સમજતા નથી અને સામે માતા-પિતા એવું કહેતા હોય કે તમે અમારી વાત સાંભળતા નથી. આ કોન્ફલીકને સમજાવતી અને બન્ને બાજુથી સતુલીત કરતી આ ફિલ્મ છે. કેરીયર સાથે પરિવાર પણ ઇમ્પોટન્ટ છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ.

જે તહેવાર પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરે છે. અમારી ફિલ્મ આગામી બે ઓગસ્ટના રોજ રીલીઝ થશે જરુરથી જોવા જજો.ટીકુ તલસાણીયાને અમે ટીકુભાઇ તરીકે જ સબોધીએ છીએ. તેમની પાસે બહોળો અનુભવ છે. તેમની પાસે ઘણુ શીખવા મળે છે. ટીકુભાઇ સાથેની મારી આ બીજી ફિલ્મ છે. વાર તહેવાર ફિલ્મ દર્શકોને હસાવશે અને રડાવશે. પણ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.