સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આવેલ બાલભવનમાં સીને કલાકારો દ્વારા નવરચિત સંગઠન આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) ની રચના કરવા માટે સૌ પ્રથમ બેઠક રવિવારે બોલાવવામાં આવી હતી.

પ્રમુખ અને મહામંત્રીએ સીને કલાકારોએ મૂકેલા વિશ્વાસ બદલ સૌનો આભાર વ્યકત કર્યો

આ બેઠકમાં પ્રમુખ તરીકે વિશ્ર્વાસ ફિલ્મ્સ ગીર સોમનાથના સફળ નિર્માતા એવા ભગુભાઇ વાળા તેમજ મહામંત્રી તરીકે અમદાવાદના હિન્દી-ગુજરાતી ફિલ્મ ડાયરેકટર એવા બિમલ ત્રિવેદીની સર્વાનુ મને પસંદગી કરવામાં આવેલ અને આ બન્ને મહાનુભાવોને ચાર ઝોનના ઉપપ્રમુખો, મંત્રીઓ તેમજ દરેક જીલ્લાની કમીટીની રચના કરવા માટે તમામ સતાઓ આપવામાં આવેલ આ તકે એસોસીએશનના પ્રમુખ ભગુભાઇ વાળા તથા મહામંત્રી બિલમ ત્રિવેદીએ સૌ સીને કલાકારોએ મુકેલ વિશ્વાસ બદલ સૌની આભાર માની સીને કલાકારોના હકકો અને અધિકારીઓ મેળવવા માટેના તમામ પ્રયાસો શુભ નિષ્ઠા  અને પ્રમાણિકતા સાથે કરવાનો વિશ્વાસ આપેલ હતો અને આજની બેઠકમાં સીને કલાકારોની ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્ય વિષે ગહન ચર્ચાઓ કરવામાં આવેલ હતી અને અન્ય રાજયોમાં સરકાર દ્વારા પુરી પડાતી સહાયો અને સહકારનો જરુરી ઉલ્લેખ કરવામાં આવેલ હતો અને ગુજરાતના સીને કલાકારોમાં જાગૃતિ લાવી સંગઠનના સહકારથી વિવિધ લાભો મેળવવા જોઇએ તેવો સામુહિક સુર ઉઠયો હતો અને આજના કોરોનાના કપરા સમયમાં બેહાલ અને ઘ્યાનીત સ્થિતિમાં મુકાયેલ સૌ સીને કલાકારોએ પોતાની વેદનાના ચિતાર રજુ કરી સરકાર આ બાબતે મદદ કરવા આગળ આવે તેવા આશાવાદ વ્યકત કરવામાં આવેલ હતો અને પ્રમુખ મહામંત્રી દ્વારા સંગઠનમાં જોડાનાર તમામ કલાકારોને સભ્ય કાર્ડ તેમજ આઇ કાર્ડ સંગઠન દ્વારા પુરા પડાશે અને ટુંક સમયમાં સીને કલાકારોની વાસ્તવિક જીંદગીનો ચિતાર આપતી ફિલ્મનું નિર્માણ કરી ઓટિટિ પ્લેટ ફોર્મ ઉપર રજુ કરવામાં આવેલ…

આ તકે વિશાળ સંખ્યામાં લેખકો, ગાયકો, નિર્માતાઓ, ડાયરેકટરો,, ગીતકારો તેમજ એકટર્સ ઉપસ્થિત રહ્યા હતા અને આ જાહેરાતને હર્ષ ભેર વધાવી લીધી હતી એમ આર્ટિસ્ટ એસોસીએશન ઓફ ગુજરાત યુનિટની અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.