ઉપલેટાના મોટી પાનેલી ગામે સમૂહ પ્રસાદ અને જાહેરસભામાં હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, લલીત વસોયા અને મનોજ પનારાના રાજય સરકાર પર આકરા પ્રહારો

ગુજરાત પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર એવા મોટી પાનેલી ગામે દશ હજાર પાટીદાર ભાઈ-બહેનોની હાજરીમાં સમૂહ પ્રસાદ, સભા અને રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલ તેમજ પાસની સંપૂર્ણ ટીમ હાજર રહી સરકાર પર આકરા પ્રહારો કરી પાટીદાર સમાજને ન્યાય ન મળે તો છેલ્લા શ્ર્વાસ સુધી લડી લેવા મકકમ નિર્ધાર કર્યો હતો.

મોટી પાનેલી ગામે સમસ્ત પાટીદાર સમાજ તેમ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમમાં નિર્ધારીત સમયે બપોર બાદ ૪ વાગે અનામત આંદોલન સમિતિ ગુજરાતના યોધ્ધા હાર્દિક પટેલ તેમની ટીમ સો આવી પહોંચતા ૧૦ હજાર ભાઈ-બહેનોએ પાનેલી ગામના દરવાજા પાસે બાળાઓ દ્વારા કુમકુમ ટીલક કરી આવકારવામાં આવેલ હતા.

એચ.જે.પટેલ હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ખીચોખીચ મેદની વચ્ચે ભવ્ય જાહેર સભા યોજા, હતી. તેમાં આ સભાને પ્રમ મોરબી પાસના લડાયક કન્વીનર મનોજ પનારે સંબોધતા જણાવેલ કે હાર્દિક પટેલ પાટીદાર સમાજને પારસમણી દેવા નિકળ્યો છે. અનામત રૂપી પારસમણી આજે તમને કિંમત પાનેલી ગામનો દિકરો કલેકટર કે એસ.પી. બનીને આવશે ત્યારે સમજાશે પનારાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવેલ કે ૧૯૯૬માં તામિલનાડુના મુખ્યમંત્રીએ જે અનામત આપી તે મુજબ ગુજરાત સરકાર સામે જો પાટીદાર સમાજના યુવાનો મેદાનમાં આવ્યા તો સમગ્ર ગુજરાત ભગવા વાવટા વાળા સામે કાળા વાવટા ફરકાવી ગામની બહાર મોકલી દેવા પણ અચકાશે નહીં.

રેશ્મા પટેલે પોતાની તેજાબી જબાતમાં જણાવેલ કે મુખ્યમંત્રીની ખુરશીના ચાર પાયા હોય છે. તેમાં એક પાટીદાર સમાજનો હોય છે. પાટીદાર સમાજની બહેનોને વિનંતી છે. આ ૨૪ બાવડ બાગડ બીલાડી તમારા ગામ આવે ત્યારે તેને તલવારના જાત કે વધેલી લેજો.

જયાં સૌરાષ્ટ્ર પાસના ક્ધવીનર લલીતભાઈ વસોયાએ જણાવેલ કે હિસાબ માગનારાઓ એવા લોકો પાસે હિસાબ માગવો જોઈએ કે જે તમારા વોટ અને નોટથી ચુંટાઈને આજે તમારા સમાજ સામે ગદારી કરીને બેઠા છે. ગુજરાત પાટીદાર અનામત લડતના હાર્દિક પટેલે જણાવેલ કે ગત તે સમાજના આગેવાનો હોય તેને તેના સમાજ અને જાતિવાદનું ગૌરવ હોવું જોઈએ. માંડવીમાં જે બનાવ બન્યો ત્યારે માત્ર ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી જયારે ભુજ પક્ષો તેવા પાટીદાર સમાજ પેદા થાય તો પાટીદાર સમાજ સમૃદ્ધ થશે. અંતમાં હાર્દિક પટેલે જણાવેલ કે અનામતની લડાઈ લાંબી છે. આ લડાઈ આરપાર સુધી પહોંચી છે. આ રાજય અને દેશ ઉપર શાસન કરનારાઓ ૨૦૦૨માં હજારોની હત્યા કરાવી રાજગાદી ઉપર બેઠા છે ત્યારે આવા રાજનેતાઓને ઓળખી લેવા પડશે નહીતર આવનારા દિવસોમાં તમામને સહન કરવાનો વારો આવશે.

સભાના અંતે પાટીદાર સમાજ અને ગામના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પાટીદાર સમાજના હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાં અનામત આંદોલન જીવતુ રાખનાર લલીતભાઈ વસોયા પાટીદાર અનામત માટે લડતી પાટીદાર યુવતી રેશ્મા પટેલનું શાલ ઓઢાડી મોમેન્ટો અને તલવાર આપી સન્માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત પાટીદાર અનામત લડતના યોદ્ધા હાર્દિક પટેલ કોરકમીટીના લલીત વસોયા, રેશ્મા પટેલ, ધારાસભ્ય નલિનભાઈ કોટડીયા, ધોરાજીના માજી ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, પાસના આગેવાન મનોજ પનારા, અમિત પટેલ, કાંધલ પટેલ, નયનભાઈ જીવાણી, અનિલભાઈ જાસદણીયા, અશોકભાઈ, પાનેલીના સરપંચ મનુભાઈ ભાલોડિયા, પાટીદાર સમાજના પ્રમુખ નાથાભાઈ કરડાણી, ભિખુભાઈ વેકરીયા, ભાયાવદર મહિલા પાસના ક્ધવીનર રેખાબેન સિણોજીયા, જામજોધપુરના હિરેનભાઈ ખાંટ, ધીરૂભાઈ કોજીયા, ભાયાવદરના વલ્લભભાઈ માકડીયા સહિત સૌરાષ્ટ્ર પાસના કન્વીનરો યુવાનો હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોટીપાનેલી પાસના ક્ધવીનર જતીન ભાલોડીયા, જનક ધડુક, હિરેન વેગડા, હિરેન જાડાણીયા, દિપેશ વેકરીયા, કુલદિપ કાલાવડિયા સહિત પાટીદાર યુવાનોએ ભારે જહેમત ઉઠાવેલી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.