ખેતરમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ જવાથી કપાસ અને મગફળીના પાકને ભારે નુકશાન થવાની ભીતિ
હળવદ તાલુકાના વેગડવા ગામની સીમમાં આવેલ જનકભાઈ ની વાડી પાસેથી પસાર થતું કુદરતી વહેણ પસાર થાય છે જેથી ખેતરમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે જેને કારણે હાલ કપાસ અને મગફળીનો પાક બળી જવાની દહેશત સર્જાઇ છે
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઈશનપુર ગામે રહેતા જનકભાઈ દલવાડી ની વાડી વેગડવાવ ગામની સીમમાં આવેલી છે જેઓ ની વાડી ની બાજુમાં થી એક કુદરતી પાણીના નિકાલ માટેનું વહેણ પસાર થતું હોય જોકે આ વહેણમાંથી શક્તિ નગર થી માલણીયાદ સુધીની એક પેટા કેનાલ પણ પસાર થાય છે જેથી આજુબાજુના ચારેક જેટલા ખેડૂતોએ આ પેટા ચેનલ ને તોડી નાખી તેને માટીથી બૂરી દેવામાં આવી છે અને જ્યાં કુદરતી પાણીનું વહેણ છે તેને આડો માટીનો પારો બાંધી દેવાતા ઉપરવાસમાંથી આવતું પાણી જનકભાઈ ની વાડી માંથી પસાર થાય છે અને ભરાઈ જાય છે જેને કારણે હાલ વાડીમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે જેથી વાડીમાં રહેલ કપાસ અને મગફળીનો પાક બળી જવાની ભીતિ સર્જાઇ છે
જોકે અગાઉ નર્મદાના અધિકારીઓ દ્વારા કેનાલ તોડી નાખવા ને લઇ બે જેટલા ખેડૂત વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં જનકભાઈએ જણાવ્યું હતું કે આ જે વહેણ છે તેને બંધ કરી દેવાતા પાણી અમારી વાડી માંથી પસાર થાય છે જેને કારણે મહેનત કરી જે પાક તૈયાર કર્યો છે તે બળી જવાની શક્યતાઓ છે જેથી વહેલી તકે જવાબદાર અધિકારીઓ દ્વારા આપ જે ગેરકાયદેસર પાળો બાંધ્યો છે તેને તોડવામાં આવે અને જે પેટા કેનાલ બૂરી દેવામાં આવી છે તેને ફરીથી ચાલુ કરવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે.