હોળીના તહેવારને ધર્મ ઉત્સવ તરીકે ઉજવાની પરંપરા છે.ત્યારે હોળીનું આધ્યાત્મિક અને સામાજીક મહત્વ પણ છે. હોળીને તુપ્તીનો તહેવાર પ્રકૃતિનો પર્વ કહેવાય છે.ચેતવાને ચેતાવતી બનાવવા એને વ્યવહારિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અર્પવા અનેક પર્વો, પરંપરાઓ, વ્યવસ્થાઓ આપણે ત્યાં અસ્તિત્વમાં છે. આવો જ એકતા, આત્મીયતા અને અખંડીતતાના તાંતણે બાંધણે , ઉરમાં, ઉલ્લાસ, ઉમંગ ભરતો, હૈતના હિલ્લોળા લેવડાવતો રાગ તોડી, સંગ જોડી, સ્નેહના રંગની બોછાર કરતો પર્વ એટલે હોલીકોત્સવ , હોળી.
હોળી એ રંગ, ભંગ , ઉમંગનો ઉત્સવ છે. ફૂલો તણા સંગનો ઓચ્છવ છે. ભીતર ભીનાશ, મીઠાશ, કુમાશ, હળવાશ ભરવાનો ભવ્ય પર્વ છે. હોળી પર્વ એ પ્રકૃતિ પ્રતિ પ્યારની પૂકાર ઈંકરારનો પર્વ છે. પર્યાપ્ત પાકની પ્રાપ્તિ પછી પરમાત્માને પ્રેમના પુષ્પોથી પોંખવાનો પૂનિત પર્વ છે.
હોળી એ તૃપ્તીનો તહેવાર છે. વહાલપનો વ્યવહાર છે. એકબીજા પ્રત્યે પ્યાર, દુલાર દર્શાવવાનો મહોત્સવ છે. પ્રહલ્લાદ એટલે ‘પ્ર’ એટલે વિશેષ અને ‘હલ્લાદ ’ એટલે , આનંદ વિશેષ આનંદ પરમાત્મા ત્યારે જ પ્રાપ્ત થાય જયારે સત – ચિત્ત આનંદ યાને સચ્ચિદાનંદ રૂપી બ્રહ્મની પ્રાપ્તિ થાય. અત: પ્રહલાદ એ બ્રહ્મનું પ્રતિક છે. આથી સહેજે સમજાય કે, જયાં પ્રકાશ હોય ત્યાં અધંકારનો નાશ થાય . આથી જ પ્રહલ્લાદના કારણે જ અહંકાર અને અંધકારરૂપી હિરણ્યકશિપુનો નાશ થયો.
‘પહાડ’ એ અંધકાર અહંમ, મોહનું પ્રતિક છે. પ્રહલાદજીને પહાડ ઉપરથી નીચે પાડવા છતાં કશું થતું નથી જયાં સાચુ જ્ઞાન છે . ત્યાં સ્થળ ધન , દોલત , માલ , મતાનો મદ મોહ ટકતો નથી . જેથી એને કશું થતું નથી. સૂક્ષ્મ સત્તાનો સ્પર્શ કરનારને સ્થૂળ સતાનો કશો મોહ રહેતો નથી. પ્રહલ્લાદને મારવા હાથીનો પ્રયોગ કરાય છે. હાથી નીચે રાગદી નાખવાનો અર્થ છે. હાથી રૂપી કાળા અને ભારે બંધનમાં બાંધવું . મોહમાયામાં નાખવું . જ્ઞાન મુકત વ્યોમી છે . એને કોઈ બંધન સીમાડા નડતા નથી . આથી હાથી રૂપી મહાબંધન પણ એને કશું કરી શકતું નથી.હોલીકાના અર્થ છે.કુમતિ અહંકાર અને અંધકારની સગી બહેન કુમતિ છે.આગ એસત્યનુ પ્રતિક છે.જયારે જ્ઞાન અને અજ્ઞાન સત્ય સમક્ષ પ્રગટ થાય ત્યારે આપો આપ અજ્ઞાન નષ્ટ થાય અજ્ઞાનને ભ્રામક ભ્રમ હોય છેકેતેકદીમરવાનો નથી (હોલીકાનો અગ્નિમાં નહી બળવાનું વરદાન) તેને કોઈમારી (બાળી) શકવાનુંનથી પરંતુ સત્ય જ્ઞાન રૂપી પ્રકાશ થતો.સત્ય બહાર આવતા,અજ્ઞાન આપોઆપ ખત્મ થઈજાય છે. યાને બળી જાય છે.