૧.૫ કરોડથી વધુ વ્યુઝ મેળવેલા ગુજરાતી જલસોનું પહેલીવાર રાજકોટનાં આંગણે આગમન
ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતો તથા વિવિધ કળાઓને એક છત્ર નીચે પ્રસ્તુત કરતો સપ્તરંગી ઉત્સવ એટલે ગુજરાતી જલસો મુંબઇમાં વર્ષ ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૭ તથા અમેરિકામાં ૨૦૧૭ માં નવ શહેરોમાં સફળતાપૂર્વક યોજાયેલો. ઇન્ટરનેટ પર ૧.૫ કરોડથી વધુ વ્યુઝ જેને મળ્યાં છે એ ગુજરાતી જલસો ઉત્સવ પહેલી વાર અમદાવાદમાં યોજાઇ રહ્યો છે.ગુજરાતી જલસો એ બોલીવુડના જાણીતા સિંગર પાથિવ ગોહીલનું વિચારબીજ છે. પાર્થિવ ગોહીલે ગુજરાતી જલસો અમદાવાદમાં પહેલી વાર યોજાવા જઇ રહ્યો છે.
જેમાં જાણીતા લોકસાહિત્યકાર અને ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર સાઇંરામ દવે એ નવા જ અંદાજમાં લોકોને જોવા મળશે. તો ભૂમિ ત્રિવેદી માનસી પારેખ, ગોહિલ ભૂમિ ત્રિવેદી, જહાનવી શ્રીમાંકર હિમાલી વ્યાસ નાયક સૌને પોતાની ગાયકી થી અભિભૂત કરશે. જાણીતા આર જે ઘ્વનીત પણ અમદાવાદની ભૂમિ પર આવેલા ગુજરાતી જલસોમાં જોડાશે. આ ઉ૫રાંત ઉત્કર્ષ મજમુદાર ચિરાગ વોરા અને અર્ચન ત્રિવેદી મનન દેસાઇ પણ પોત-પોતાના પ્રતિભાના જોર જલસો કરાવશે.
સાથે જ પાથિવ ગોહીલ અમદાવાદને આંગણે યોજાઇ રહેલા ગુજરાતી જલસોમાં જમાવટ કરશે.અગાઉ કલાના વિવિધ ક્ષેત્રના દોઢસથી વધુ દિગ્ગજો કૈલાસ ખેર, શાન, ઉષા મંગેશકર, ફાલ્ગુની પાઠક, પંકજ ઉધાસ, સલીમ-સુલેમાન, સચિન-જીગર, કવિતા મૂર્તિ દેશપાંડે, માનસી પારેખ ગોહલી ભૂમિ ત્રિવેદી, સોફી ચૌધરી, પ્રિયા સરૈયા, ધનશ્રી પંડીત, સહીતના ગુજરાતી જલસોમાં પરફોર્મ કરી ચૂકયા છે.
દોઢ કરોડથી વધારે વ્યુઝ ગુજરાતી જલસોના થઇ ગયા છે કોઇ ગુજરાતી કાર્યક્રમના આટલા સમયમાં દોઢ કરોડ વ્યુઝ થયા હોય એવો આ પહેલો કાર્યક્રમ છે. એક લાખથી વધારે સબસ્કાઇબર ઓનલાઇન જલસોના અપડેટસ રેગ્યુલર મેળવે છે.