જીવનમાં દરેક વ્યકિત જાણતા અજાણતા એક સંબંધમાં બંધાય જાય છે જેમાં એક મનુષ્ય પોતાના જીવનનો એક અનોખો અને અદભૂત પ્રારંભ થઈ જાય છે.
આ બંધનમાં કયારેક પ્રેમની અનૂભૂતિ હોય, તો કયારેક ચહેરા પર સ્મિતની લાગણી દેખાય તો કયારેક એક સહારો અને સાથ દેખાય એવો આ વ્યકિતનો સંબંધ.
જે વ્યકિતને આ સંબંધનો અહેસાસ થઈ જાય ત્યારે વ્યકિત એક અલગ રાહ પર જીવનને દોરી જાય છે.એક એવાજ અનોખા બંધનનો તહેવાર એટલે કે રક્ષાબંધન તહેવાર આ લાગણી પ્રેમ અને રક્ષાનો એક એવું પ્રતિક જીવનનું જેમા ભાઈ બહેન એક બીજાનો સાથ અને પ્રેમના અંતર મનથી વચન આપી ઉજવણી કરે છે.
ભાઈ એટલે કે બહેન માટે રક્ષાનું પ્રતિબિંબ અને બહેન એટલે ભાઈને સદાય દીર્ધાયુ અને શુભ આશિષ આપતું એક ચિન્હ રક્ષાબંધન એ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે.
રક્ષા બંધનના આ પવિત્ર દિવસે ભાઈ બહેનનો પ્રેમ વ્યકત થાય છે. રક્ષાબંધન એ પહેલા માત્ર ભાઈ બહેન વચ્ચે ઉજવાતો હતો પણ હવેના સમયમાં રક્ષાબંધન એ રક્ષાનો તહેવાર છે.ત્યારે કોઈ પણ ખાસ સખી બહેન કે ભાભી કોઈપણ વ્યંકિતને પોતાનો ભાઈ માની રક્ષા સુત્ર બાંધે છે. અને આ તહેવારની ઉજવણી કરે છે. ભારત દેશ તેની પરંપરા માટે વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે આ તહેવાર અનેક દાયકાઓથી ભારતની એક પરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ તહેવાર આવતા જ ભાઈ બહેન બંને આતુરતાથી રાહ જોતા હોય છે. ભાઈ પોતાના હાથ પર રાખડી બંધાવાની ક્ષણની રાહ જુવે ત્યારે બહેનના દિલમાં ભાઈને મળવાનો ઉમળકો સતત વધતો રહે. બહેન પોતાના ભાઈ માટે મહિના અગાવ રાખડી ખરીદવાની તૈયારીઓ શ કરી દે છે.ત્યારે ભાઈ પણ પોતાની વ્હાલી બહેન માટે તમામ ભાઈઓ કરતા અનોખી ભેટ શોધવાનું કામ ભાઈઓ મહિના અગાઉ શ કરી દે છે. આ પર્વના દિવસે પરિવારના તમામ સભ્યો વહેલા ઉઠી પૂજા કરી વહેલા તૈયાર થઈ જાય છે. આ ક્ષણ પર ભાઈ સદાય ઉત્સુકતાથી બહેનને મળવાની ઘડીઓ ગણતો હોય છે. બહેનના આવતાની સાથે જ ભાઈ બહેન એક બીજાને વાહલથી ભેટી પડે છે. અને બંનેની મળવાની ઘડીનો આતુરતાનો અંત આવે છે. પછી રક્ષાબંધનની વિધીનો પ્રારંભ થાય છે. ત્યારે બહેન ભાઈની આરતી ઉતારે છે.