ગુજરાત સમાચાર
-
ખેડૂત નેતા વિઠલભાઈ રાદડિયાએ ધખાવેલી સેવાની ધૂણી આજે પણ યથાવત
-
લગ્ન ઉત્સવ માં રૂપિયા 1.51 કરોડનું અનુદાન આપીને સુરતનો ગજેરા પરિવાર મુખ્ય દાતા
-
તાલુકાના 5 હજાર સ્વયં સેવકો એક સાદે દિવસ-રાત કામ કરે છે
ખેડૂત નેતા વિઠલભાઈ રાદડિયાએ ધખાવેલી સેવાની ધૂણી આજે પણ યથાવત છે. તેવી જ એક લેઉઆ પટેલ સમાજના સમુહલગ્નોત્સવની પહેલ આજે પણ ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા અકબંધ રાખવામાં આવી છે. જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય દ્વારા જયેશભાઇ રાદડિયાનાં નેજા હેઠળ વિઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં આગામી તા.2 ફેબ્રુઆરીએ લાડકડીના લગ્ન યોજાનાર છે. આ સમૂહ લગ્નોત્સવના એક સાથે 351 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાની છે.
જામ કંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તા. 2-2-24 ના રોજ જામકંડોરણા ખાતે “લાડકડીના લગ્ન” આઠમા શાહી સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલ હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થીભવન ખાતે લેઉવા પટેલ સમાજની 351 દિકરીના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
આ શાહી સમુહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, તા. 2-2-24ના રોજ યોજાનાર આ લાડકડીના ભવ્ય લગ્નોત્સવ સમારોહના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, ઉદ્ઘાટક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ હાજર રહેશે. જ્યારે લગ્નોત્સવની દિપ પ્રાગટ્ય વિધી માટે ખોડલધામ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. વસંતભાઈ ગજેરા (લક્ષ્મી ડાયમંડ-સુરત), રમેશભાઈ ગજેરા (ભક્તિગૃપ સુરત), પરસોતમભાઈ ગજેરા (સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સુરત),રાજુભાઈ હિરપરા (પ્રમુખ સૌ. લેઉવા પટેલ સમાજ નાથદ્વારા) તેમજ રાજકોટના અગ્રણી બિલ્ડર વિપુલભાઈ ઠેસિયા હાજર રહેશે. જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સમુહ લગ્નોત્સવમાં પ્રથમ વખત 351 દિકરીઓ લગ્ન જીવનના તાંતણે બંધાવા જઈ રહી હોય વર અને ક્ધયા બન્ને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છુટ આપવામાં આવી છે. અંદાજે દોઢેક લાખ માણસો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અત્યારથી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
સમુહ લગ્નમાં જોડાનાર દિકરીઓને ફ્રીઝ, વુડન કબાટ વીથ ડ્રેસિંગ, લાકડાના બેડ, સોફા, ચાંદીનો કંદોરો, ચાંદીના પાયલ, સોનાનો દાણા નંગ-4, ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ 121 ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવનાર છે. આ સમુહ લગ્નોત્સવ માટે દાતાઓએ મનમુકીને દાન આપ્યું છે. તેમનો પણ સંસ્થાવતી હું આભાર માનું છું.
સમુહલગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયા ઉપરાંત ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, ખજાનચી વિઠલભાઈ બોદર, માનદ મંત્રી નિલેષભાઈ બાલધા, બાંધકામ સમિતિ ચેરમેન- ક્ધયા છાત્રાલય મોહનભાઈ કથિરિયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ જયંતિલાલ પાનસુરિયા, અરવિંદભાઈ ત્રાડા, મનસુખભાઈ સાવલિયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, રમેશભાઈ ખીચડિયા, મનોજભાઈ રાદડિયા, જશમતભાઈ કોયાણી, કિરણભાઈ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલધા, દામજીભાઈ બાલધા, ધિરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરિયા, જિવરાજભાઈ સતાસિયા, વલ્લભભાઈ કોટડિયા, નાથાભાઈ રૈયાણી, ધીરજલાલ સતાસિયા, છગનભાઈ સાવલિયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડિયા, હરિલાલ રાજપરા, વલ્લભભાઈ કાછડિયા, જમનભાઈ વાદી, નાથાભાઈ ત્રાડા, લાલજીભાઈ ડોબરિયા, ધીરજલાલ પોકિયા હરસુખભાઈ વેકરિયા, ગોપાલભાઈ વઘાસિયા, ભીખાભાઈ અજુડિયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળિયા, વલ્લભભાઈ રૂપાપરા, બાવનજીભાઈ પાદરિયા, સવજીભાઈ સોરઠિયા, છગનભાઈ ઘાડિયા, રણછોડભાઈ પોકિયા, વેલજીભાઈ પટોડિયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલધા, ધરમશીભાઈ સાવલિયા, વ્રજલાલ સતાસિયા, લાલજીભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ બાલધા, દિપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલિયા મહેનત કરી રહ્યા છે
સુરતના ગજેરા પરિવાર દ્વારા લગ્નોત્સવ માટે રૂ.1.51 કરોડનું અનુદાન
લગ્ન ઉત્સવ માં રૂપિયા 1.51 કરોડનું અનુદાન આપીને સુરતનો ગજેરા પરિવાર મુખ્ય દાતા બન્યું છે સ્વ વલ્લભભાઈ ખીમજીભાઈ ગજેરા તેમજ સ્વ જયાબેન વલ્લભભાઈ ગજેરા ના શુભ પુત્રો રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તેમજ પરસોત્તમભાઈ વલ્લભભાઈ ગજેરા સહિતના દાતાઓનું આ લગ્ન ઉત્સવ દરમિયાન અદકે રૂપ સન્માન કરવામાં આવશે.
તબીબોની ટિમ પણ રહેશે તૈનાત: ડાયાબિટીસ અને બીપીનું ફ્રી નિદાન પણ થશે
આ સમારોહમાં ઇમરજન્સી સારવાર માટે રાજકોટની ઓમેગા હોસ્પિટલ, જામકંડોરણાની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરની ટિમ સેવા આપવાની છે. આ ઉપરાંત ઓમેગા હોસ્પિટલ એન્ડ આઇસીયું દ્વારા ડાયાબિટીસ અને બીપીનું નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવનાર છે.
ભવ્ય રાસોત્સવ યોજાશે
લાડકડીના લગ્ન ઉત્સવ પહેલા એટલે કે 31મી જાન્યુઆરીને બુધવારના રોજ સાંજે આઠ વાગ્યે લગ્ન સ્થળે અલ્પાબેન પટેલ તથા સાગરદાન ગઢવીના ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસોત્સવનો સૌ ને લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.
‘જયેશ રાદડિયા સાથે ગુફતેગુ’ વિઠ્ઠલભાઈના રસ્તે ચાલવું સહેલું નથી
જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે તેમના પિતા અને ખેડૂત નેતા વિઠલભાઈ રાદડિયાના રસ્તે ચાલવું સહેલું નથી. તેઓએ ઉમેર્યું કે એ વાત સાચી છે કે વિઠલભાઈના ઉત્તરાધિકારી તરીકે તેઓને પ્રતિષ્ઠા, લોકોનો પ્રેમ અને કદ મળ્યું છે. પણ તેને વિઠલભાઈના માર્ગે ચાલીને જાળવી રાખવું કઠિન છે. કારણકે વિઠલભાઈ ખેડૂતો, પાટીદાર સમાજ તેમજ જામકંડોરણા પંથકમાં જે કામો કર્યા છે. લોકોના પ્રશ્ને છેક ઉભા રહ્યા છે. લોકો પણ આવી જ અપેક્ષા તેમના પરિવારજનો પાસેથી પણ રાખે છે. અમે પણ તેઓની જેમ જ લોકો અને સમાજ માટે હંમેશા તત્પર રહીએ છીએ.
સમાજની વાત આવે ત્યારે રાજકારણ ન આવે
જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે રાજકારણ એની જગ્યાએ છે અને સમાજ એની જગ્યાએ છે. જ્યારે વાત સમાજની આવે ત્યારે તેમાં રાજકારણ ન આવે. અત્યાર સુધી તેઓએ બન્નેમાં ભેદ જાળવી રાખ્યો છે. તેઓએ એક નેતા તરીકે જવાબદારી નિભાવી છે અને સમાજના આગેવાન તરીકે પણ તેઓ જવાબદારી નિભાવતા રહ્યા છે.
તાલુકાના 5 હજાર સ્વયં સેવકો એક સાદે દિવસ-રાત કામ કરે છે
જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે જામકંડોરણા તાલુકો 50 ગામનો છે.અંદાજે 52 હજાર જેટલી તાલુકાની વસ્તી છે. અહીં વિઠલભાઈ એ જે સેવાકાર્યો શરૂ કર્યા હતા તેને અમે દર વર્ષે આગળ વધારવાના પ્રયત્નો કરીએ છીએ. પણ આની પાછળ સાચી મહેનત તો સ્વયમ સેવકોની છે. તાલુકામાં 5 હજાર જેટલા એવા સ્વયમ સેવકો છે જે દરેક સેવાકાર્ય માટે માત્ર એક સાદે રાત દિવસ કામ કરે છે.
અગાઉ લગ્નોત્સવના 7 આયોજનો થયા, દર વર્ષે કઈક નવું કરવાનો પ્રયત્ન
અગાઉ વિઠલભાઈની પ્રેરણાથી 7 લગ્નોત્સવ થયા છે. પણ અમે દર વર્ષે કઈક નવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ વખતના લગ્નોત્સવ એવા હશે કે કોઈએ એવા લગ્ન માણ્યા નહિ હોય. રજવાડી ગેટ, શાહી વરઘોડો જેમાં વિન્ટેજ કારો, ઘોડા, હાથી, બગી સહિતના આકર્ષણો હશે. આમ નવયુગલો માટે આ લગ્નોત્સવમાં સાત ફેરા લેવાની ક્ષણો આજીવન સંભારણું બની રહેશે.