દર્દીઓ માટે આરોગ્યપ્રદ પૌષ્ટિક આહાર પીરસાશે
શહેરના કોરોના મહામારીના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલના દર્દીઓને ગુણવંતામાં સારૂ અને પોષ્ટિક કહી શકાય તેવો આહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા પારેવડી ચોકમાં આવેલી ધ ફર્ન હોટલ પર પસંદગી કરવામાં આવી છે. ધ ફર્ન હોટલનો સ્ટાફ સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગની કેન્ટીનમાં દર્દીઓ માટે નક્કી થયા મુજબની રસોઇ તૈયાર કરી જમાડશે તેમ હોસ્પિટલના તબીબી અધિક્ષક મનિષ મહેતાએ જમાવ્યું છે.
ધ ફર્ન હોટલને સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે સવારની ચાથી માંડી સાંજના ભોજન સુધીની તમામ રસોઇ પુરી પાડવાની જવાબદારી સોપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગની કેન્ટનમાં ધ ફર્ન હોટલના એકસપર્ટ કુક દ્વારા દર્દીઓ માટે સ્વાદિષ્ટ અને આરોગ્યને ધ્યાને રાખી રસોઇ બનાવવામાં આવનાર છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો, નર્સીંગ સ્ટાફ અને પટ્ટાવાળા તમામને ધ ફર્ન હોટલના રસોયા દ્વારા તૈયાર કરાયેલા ડાયેટ ચાર્ટ મુજબ ભોજન આપવામાં આવશે તેમ તબીબી અધિક્ષક મનિષ મહેતાએ જણાવ્યું છે. સિવિલ હોસ્ટિલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને સારવાર કરી રહેલા તબીબી સ્ટાફને સમયસર અને સારૂ ભોજન મળી રહેશે તેમ અંતમાં ઉમેરવામાં આવ્યું છે.