કોલેજોની મુલાકાત અને ખર્ચના ડેટા બાદ કર્યા બાદ માત્ર વિદ્યાર્થીઓને પોષાય તેવી રાખવામાં આવી છે: પ્રો.કમલેશ જોશીપુરા

ફી રેગ્યુલેટરી કમિટી ગુજરાત રાજય દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ દરમિયાન નવી કાર્યરત થયેલી સંસ્થાઓની ફી સુનિશ્ચીત કરવામાં આવેલ છે. ૨૦૧૮-૧૯માં કાર્યરત થયેલ ૨૦ સંસ્થાઓની ફી ફકત એક વર્ષ માટે જાહેર કરાયેલ છે અને હવે આવી સંસ્થાઓએ પછીના વર્ષ માટે જુન-૨૦૧૯માં દરખાસ્ત કરવાની રહેશે.

બેચરલ ઓફ એન્જીનીયરીંગ, ફાર્મસી, હોટેલ મેનેજમેન્ટ, માસ્ટર ઓફ એન્જીનીયરીંગ, માસ્ટર ઓફ ફાર્મસી, માસ્ટર ઓફ પ્લાનીંગની બધી મળીને ૨૦ સંસ્થાઓ તેમજ ૨૦૧૭-૧૮માં કાર્યરત થયેલી ૨૯ સંસ્થાઓની ફી જાહેર કરવામાં આવેલી છે.

ફી નિયમનની સમિતિની સંપૂર્ણ વિગત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. એમ પ્લાનીંગની ફી ૪૦ હજારથી લઈ ૪૦ હજાર નકકી કરવામાં આવી છે. સંસ્થાઓએ ખુબ જ મોટો વધારો માંગ્યો હતો પરંતુ ખાસ કરીને વિદ્યાર્થીઓને પોષાય શકે તે બાબતને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે.

ફિ રેગ્યુલેટરી કમિટીના સભ્ય વરીષ્ઠ કુલપતિ પ્રો.કમલેશ જોશીપુરાના જણાવ્યા મુજબ કોલેજોની મુલાકાત તેમજ ખર્ચના ડેટા બાદ માત્ર અને માત્ર વિદ્યાર્થીઓને પોષાય શકે તેવી જ ફી રાખવામાં આવેલી છે. ફાર્મસી માંગવામાં આવેલી ફી ૭૦ હજાર હતી જેમાં ૩૫ હજાર, ડિગ્રી એન્જીનીયર ૪૫ હજાર સામે ૩૦ હજાર અને મેનેજમેન્ટની કેટલીક કોલેજોમાં માંગવામાં આવેલ ૧,૨૫,૦૦૦ સામે ૬૦ હજાર ગ્રાહ્ય રાખવામાં આવેલ છે.

ફી રેગ્યુલેટરીની કમિટીના અધ્યક્ષ જસ્ટિસ અક્ષય મહેતાના અધ્યક્ષ સ્થાને મળેલ કમિટીમાં ટેકનીકલ એજયુકેશન ડાયરેકટર કિષ્નકુમાર નિરાલા, ચાર્ટડ એકાઉન્ટન્ટ જૈનિક વકિલ, સંસ્થા પ્રતિનિધિ ભુપેન્દ્ર શાહ તેમજ ઓ.એસ.ડી.એમ.એચ.લોહિયા ઉપસ્થિત રહ્યા હતા.

ફી રેગ્યુલેટરી કમિટીએ તમામ પાસાઓની વિશે ચર્ચા કરી અને ગત વર્ષે કેટલીક કોલેજોને નવી મંજુરી આપવામાં આવેલી હતી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ચાલુ વર્ષે નવી આવેલી ૨૦ કોલેજો અને ગત વર્ષે મંજુર થયેલી ૨૯ કોલેજોની ફી જાહેર કરી દેવાઈ છે. ગત વર્ષે જે કોલેજોને નવી મંજુરી અપાઈ હતી તેની ફી એક જ વર્ષ માટે નકકી કરાઈ હોવાથી આ કોલેજોની બાકીના બે વર્ષ માટેની ફી જાહેર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.