સ્વતંત્રતાનું શું મહત્વ છે ? દુ:ખમાં કોણ પડખે આવે છે ? કોરોના એક ગુરૂની ભૂમિકા ભજવી જીવનમાં આવું ઘણું બધું સમજાવી ગયો

 

સાચા સુખનો અનુભવ દુ:ખની અનુભૂતિ બાદ જ અનુભવી શકાય છે. કોરોના વળતા પાણી શરૂ થઇ ચૂક્યા છે.  કોરોના નવા કેસ ઘટતા નિયંત્રણો હળવા કરવા કેન્દ્ર સરકારે રાજ્યોને હિમાયત કર્યા બાદ ગુજરાત સહિતના રાજયોમાં રાત્રી કર્ફ્યુની વિદાય હવે નજીક આવી છે.

ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓનો શિક્ષણ યજ્ઞ ફરીથી ધમધમવા લાગ્યો છે મેળા, તહેવારો, પ્રસંગોમાં હવે કોરોનાનું ગ્રહણ રહ્યું નથી ત્યારે જનજીવન થાળે પડતું જાય છે અને ખરા અર્થમાં હવે નવજીવનની અનુભૂતિનો માહોલ ઉભો થયો છે. વિશ્વભરમાં કોરોનાએ મચાવેલા હાહાકારથી લોકોએ ક્યારેય અનુભવી નહોતી તેવી રીતે ઘર બંધી સહન કરવી પડી હતી. આ ઉપરાત સમય જતાં જતાં પાબંધી ઘટતી ગઇ હતી. પણ નિયંત્રણો હજુ યથાવત જ છે. પરંતુ સમગ્ર વિશ્વ ધીરે ધીરે આમાંથી બહાર નીકળતું જાય છે.

કોરોનાના વળતા પાણી થઇ ચૂક્યા છે જનજીવન પૂર્વવત થયું છે ત્યારે જનજીવનને નવજીવનની અનુભૂતિ થઈ છે. આઝાદી,  સ્વતંત્રતા અને પ્રાકૃતિક રીતે સુખમય જીવન શું છે તેની અનુભૂતિ કોરોનાય એક શિસ્તના આગ્રહી ગુરૂની જેમ કરાવી દીધી છે. નિયંત્રણ, પાબંધી, પરેજી અને મૃત્યુનો ભય કેવી રીતે સમાજને સિસ્તમાં રાખે છે તે માટે કોરોના એક ગુરૂની ભૂમિકા ભજવી છે. દેશભરમાં કોરોનાની ત્રણ લહેર વીતી ગઈ. હવે અંધારી રાત પછી સૂર્યોદયની કિરણોની જેમ કોવિડ નિયંત્રણને હટાવવાની શરૂઆત થઇ છે.  ત્યારે હવે સંપૂર્ણ મુક્ત જીવનના સુખની અનુભૂતિ નજીક જ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.