પ્રેમ એટલે એવી લાગણી જે પવિત્ર અને ની:સ્વાર્થ હોય છે. અને જયારે સ્ત્રી પુરુષ એકબીજાના પ્રેમમાં હોય ત્યારે એ લાગણીઓનો પ્રવાહ માત્ર મનની નિકટતા સુધી જ નથી રહેતા પરંતુ તેઓ તન અને મન એમ બંને રીતે એકબીજાને સમર્પિત હોય છે. તે સમયે જયારે પહેલી વાર પ્રેમની અનુભૂતિમાં કામેચ્છાનો પણ સમાવેશ છે તે સમયે તેઓને એ ખ્યાલ નથી હોતો કે ઈચ્છની તૃપ્તિ બાદ કેવી અનુભૂતિ થાય છે? તો આવો જાણીએ કે પહેલી વાર જે વ્યક્તિ શારીરિક સંબંધથી તૃપ્ત થાય છે તે યુગલ શું અનુભવે છે.
શારીરિક સંબંધ એ માત્ર શારીરિક જરૂરિયાત સંતોષવા માટે નથી, પરંતુ તેમાં જયારે પ્રેમની લાગણીનો પણ સમાવેશ થાય છે ત્યારે તેનું મૂલ્ય વધી જાય છે અને એટલે જ જયારે પણ તમે સમાગમ કરો છો ત્યાર બાદ સાથીથી વધુ નિકટ લાગણીનો અનુભવ કરો છો.
સામાન્ય રીતે જયારે પણ શારીરિક સંબંધ સ્થાપિત કરવામાં આવે છે ત્યારે એનર્જીની જરૂરત હોય છે પરંતુ એ એક માનસિક જરૂરિયાતનો પણ સંતોષ હોવાથી તમે સ્ટ્રેસ ફ્રી અનુભવો છો. આ ઉપરાંત તમે વધુ એનર્જી પણ અનુભવો છો.
અનેક લોકો અત્યારની વ્યસ્ત જીવનશૈલીના કારણે પૂરતી ઊંઘ નથી લઇ શકતા અને તેના માટે સમાગમ એ ઉત્તમ રસ્તો છે શાંતિની ઊંઘ કરવા માટે કારણ કે જયારે પણ તમે સેક્સ કરો છો ત્યારે રિલેક્સ ફીલ કરો છો જેના કારણે સ્વસ્થ ઊંઘ પણ કરી શકો છો.
કામક્રીડા એક વ્યાયામ પણ છે જેનાથી શરીરમાં રક્તભ્રમણ પણ નિયમિત બને છે અને ખાસ એ કે તમારી લાગણીનો સંતોષ મળે છે એટલે જ સમાગમ બાદ તમારો ચહેરો વધુ ચમકવા લાગે છે.
શારીરિક સંબંધ એ એક કસરત હોવાથી , તમે જયારે પણ સેક્સ કરો છો ત્યારે તમારા શરીરની કેલેરી પણ બળે છે અને એટલે જ કેલેરી બાળવા માટેનું ઉત્તમ સાધન એ સમાગમ માનવામાં આવે છે.