ટ્રમ્પે ટિવટ કરી કહ્યું અમેરિકામાં સૌથી ખતરનાક વાવાઝોડુ ત્રાટકવાની શકયતા
અમેરિકામાં આજે અતિશય આક્રમક ફલોરેન્સ ત્રાટકવાની ચેતવણી અપાતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સતાધીશોએ ૧૦ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરી તેમને સુરક્ષિત સ્થાને ખસેડયા છે. ફલોરેન્સ વધુ ગંભીર હોવાની દહેશત સાથે લોકો જીવન જરૂરોયાતની વસ્તુઓ લઈ પૂર્વીય કિનારાથી દુર જઈ રહ્યા છે. નેશનલ હરિકેન સેન્ટરના ડાયરેકટર કેન ગ્રાહમે ફલોરેન્સની દહેશત જણાતા લોકોને સ્થળાંતર થવાની સુચના આપી હતી તો શાળા કોલેજોને પણ બંધ કરવામાં આવી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિવટ કરીને કહ્યું હતું કે, દેશમાં કેટલાક વર્ષોનું સૌથી ખતરનાક વાવાઝોડુ ત્રાટકવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, સંભવિત અસરવાળા રાજયોના ગવર્નરો સાથે તેમણે ચર્ચા કરી છે. કલાકના ૧૪૦ કિમીની ઝડપે ચોથી કેટેગરીનું વાવાઝોડુ આગળ વધી રહ્યું હોવાથી લોકોએ સુરક્ષિત સ્થળોએ જતુ રહેવું. આ વાવાઝોડાની અસર બર્મુડા ટ્રાઈન્ગલ, બહમાસ, દક્ષિણ કેરોલીના, વર્જનિયા ઉપરાંત વોશિંગ્ટન પર થઈ શકે છે. આ વર્ષે વોશિંગ્ટનમાં ભારે વરસાદ પડયો હતો તો દક્ષિણ કેરોલીનાના ગવર્નર હેનરી મેકમાસ્ટરે પણ લોકોને સલામત રહેવાની સુચના આપી હતી.
ફલોરેન્સ વાવાઝોડુ આવતીકાલે અમેરિકામાં ત્રાટકે તેવી શકયતાઓ છે ત્યારે અમેરિકાની અડધો અડધ શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે. કુલ ૪૬ રાજયોમાંથી ૨૬માં લોકોને વાવાઝોડાની દહેશત છે. કુદરતી આપદા વધુ વિકરાળ હોવાની વાતને ધ્યાનમાં લઈ ૨૬ રાજયોની સ્કુલો બંધ કરાઈ છે.
ત્યારે જર્જિનિયામાં ફલોરેન્સનો વધુ ભય હોવાથી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઉતર કેરોલિયાના ગવર્નરે પણ સમુદ્ર કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે ત્યારે અધિકારીઓ વાવાઝોડાને જિલવાની સતત તૈયારીઓ કરી રહ્યા છે. ફલોરેન્સ વાવાઝોડુ ખુબ જ વિશાળ અને વિનાશકારી હોવાની સુચનાથી અમેરિકા આખુ ધ્રુજી ઉઠયું છે.
તાજેતરમાં વરસાદી વાવાઝોડા અને પુરને કારણે કેરળમાં ખુબ જ વિકરાળ પરિસ્થિતિ સર્જાય હતી. સ્ટ્રોમ હાલ બરમુડા ટ્રાઈન્ગલથી ૪૦૦ મિલની દુરી પર છે તે ૨૬ કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા સાત દિવસોમાં નોર્થ કેરોલિના અને ર્વજિનિયામાં ૧૦ થી ૨૦ ઈંચ જેટલો વરસાદ પડયો છે તો કેટલાક સ્થળોએ ૩૦ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. વરસાદી પાણી અને વાવાઝોડાથી ટાપુઓને તેમજ ઈસ્ટ કોસ્ટના શહેરોને વધુ નુકસાન પહોંચી તેવી શકયતાઓ છે.
ટ્રમ્પે ટવીટમાં લખ્યું કે તૈયારી રાખજો અને સુરક્ષિત સ્થળોએ જતા રહેજો અમે તમારી સાથે છીએ. મુરેઈલ બાઉસરે તત્કાલમાં કોન્ફરન્સ બોલાવી લોકોને ફલોરેન્સ જીલવાની તૈયારી અંગેની સુચના અપાઈ હતી. સાઉથ કેલોરિયાના ગવર્નરે દરિયાકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરતા ૧૦ લાખ લોકો હાઈવે તરફના વિસ્તારમાં જતા રહ્યા છે. ફલોરેન્સના અનુમાનીત રસ્તામાં અડધો ડઝન ન્યુકલીયર પાવર પ્લાન્ટ, કોલ્ડએશ અને અન્ય ઔધોગિક વેસ્ટ તેમજ ખેતરો હોવાનું તારણ છે ત્યારે ગરમ સમુદ્રો, વાવાઝોડાને વધુ ઈંધણ આપે તેવું બની શકે છે.