ભારતનું અર્થતંત્ર ૨૦૧૮-૧૯માં ઘટયું હોવાનું નાણા મંત્રાલયનો દાવો

હાલ ભારત દેશનું અર્થતંત્ર ડામાડોળ જેવી પરિસ્થિતિમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ૨૦૧૮-૧૯માં ભારતના અર્થતંત્રમાં ઘટાડો થયો હોવાનું નાણા મંત્રાલય દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે. ત્યારે મોદી થીંક ટેન્કના સભ્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગ માટે આર્થિક વાદળો ઘેરાશે. ત્યારે જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો ભારત, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા જેવા દેશોની સરખામણીમાં આવી જશે.

ભારતના વીત મંત્રાલય દ્વારા મંથલી ઈકોનોમીક રિપોર્ટ ૨૦૧૯માં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર ૨૦૧૮-૧૯માં થોડુ ધીમુ પડયું છે. જેનું કારણ પ્રાઈવેટ ચીજોના વપરાશમાં ઘટાડો તથા એકસ્પોર્ટમાં નિમ્ન વધારાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જયારે વાત કરવામાં આવે તો ભારત દેશમાં મોંઘવારીનું પ્રમાણ પણ વધવાની મધ્યમ વર્ગના લોકોને ખુબજ મોટી અસર પડશે. જયારે અમેરિકા અને ઈરાન વચ્ચે જે આર્થિક યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ક્રુડ મોંઘુ થવાથી પેટ્રોલના ભાવોમાં પણ વધારો જોવા મળવાની શકયતા સેવાઈ રહી છે જેનાથી નુકશાની તો મધ્યમ વર્ગના લોકોને જ ભોગવવી પડશે.

સાથો સાથ મધ્યમ વર્ગના લોકોને રિર્ટન ફાઈલ કરવામાં અવ્વલ નંબરે આવે છે ત્યારે આર્થિક રીતે સક્ષમ અને આર્થિક રીતે નબળા વર્ગો દ્વારા રિટર્ન ફાઈલ કરવામાં અનેક વખત લાલીયાવાડી થતી જોવા મળે છે પરંતુ મધ્યમ વર્ગના લોકોએ તેમનું કાર્ય બખુબી કરવા માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેવું પડતું હોય છે અને ભારત દેશમાં કોઈપણ આર્થિક સમસ્યા ઉદ્ભવીત થાય તો તે સર્વ પ્રથમ મધ્યમ વર્ગના લોકોને જ અસર કરતી હોય છે ત્યારે આ તમામ મુદ્દે એ વાત સ્પષ્ટ થાય છે કે, મોદીના થીંક ટેન્ક દ્વારા જે વાત કરવામાં આવી રહી છે તે કેટલા અંશે યોગ્ય છે તે આવનારો સમય જ જણાવશે.

ભારતના અર્થતંત્રમાં મધ્યમ વર્ગના લોકોનું એક અને‚ સ્થાન રહેલું છે ત્યારે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ મધ્યમ વર્ગના લોકોને ધ્યાને લઈ બનાવવામાં આવતી હોય છે પરંતુ દેશમાં દિવસે ને દિવસે મોંઘવારીનું પ્રમાણ વધતાની સાથે જ મધ્યમ વર્ગના લોકો ઉપર ભારણ હરહંમેશ વધતું હોય છે. ઈરાન સાથેના અમેરિકાના સંબંધોમાં જે ખેંચતાણ અનુભવવામાં આવી છે તેની સીધી અસર ક્રુડના ભાવો પર પડશે અને કયાંકને કયાંક ક્રુડના ભાવોમાં પણ વધારો થવાની શકયતા જોવા મળી રહી છે.

જેના પરિણામ સ્વરૂપે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો થાય તેવી વાત સામે આવે છે ત્યારે પેટ્રોલનો જો ભાવ વધારો થાય તો તેની સીધી અસર અન્ય કોઈપણને નહીં પરંતુ મધ્યમ વર્ગને લોકોને પુર્ણત: થશે ત્યારે હવે સરકાર દ્વારા એ પ્રકારની યોજના બનાવવામાં આવવી જોઈએ જેનાથી મધ્યમ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ સ્થિર થાય અને ભારતના અર્થતંત્રને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો કરવો ન પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.