- ટેકનોલોજી અપગ્રેડેશન અને સ્માર્ટફોનના કારણે પણ ટીવી ચેનલોને ફટકો: ઓટીટીએ પણ ચેનલોનો ઘાણ વાળી દીધો
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાય દ્વારા 2019 માં લાગુ કરાયેલા નવા ટેરિફ ઓર્ડરએ કેબલ ટીવી ઉદ્યોગને ઊંડા સંકટમાં નાખી દીધો છે. હબે તેને કોઈપણ વિલંબ કર્યા વિના ઉકેલવામાં નહિ આવે તો આ ઉદ્યોગના અસ્તિત્વ ઉપર જોખમ આવી શકે છે.
સ્ટાર, ઝી, સોની અને વાયાકોમ 18 જેવા મોટા બ્રોડકાસ્ટર્સ હોય, ટાટા પ્લે, એરટેલ ડીટીએચ, હેથવે અને જીટીપીએલ જેવા ડિસ્ટ્રીબ્યુટર્સ હોય કે સમગ્ર ભારતમાં હજારો લોકલ કેબલ ઓપરેટર્સ હોય, બધા સંમત થાય છે કે એનટીઓનું અમલીકરણ માત્ર તેમના માટે જ ખરાબ નથી, પરંતુ ગ્રાહકો માટે પણ નુકસાનકારક છે.
નેટવર્ક કેપેસિટી ફીના ઉમેરાને કારણે એનટીઓના અમલીકરણને કારણે માસિક ટીવી બિલ્સમાં તીવ્ર વધારો થયો છે, જે અંતિમ વપરાશકર્તાઓને પ્રસારણ સામગ્રી પહોંચાડવા માટે કેબલ ટીવી અને ડિટીએચ દ્વારા વસૂલવામાં આવતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ છે.સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે નાના કેબલ ટીવી ઓપરેટરોએ રેગ્યુલેટરને પિટિશન કરવાનું શરૂ કર્યું કે બ્રોડકાસ્ટર્સ મોટા કેબલ ટીવી ઓપરેટરો કરતાં સમાન સામગ્રી માટે વધુ ચાર્જ કરીને ભેદભાવપૂર્ણ કિંમતોમાં સામેલ થઈ રહ્યા છે.
નિયમનકારે બ્રોડકાસ્ટર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ વચ્ચેના વ્યાપારી સંબંધોના તમામ પાસાઓને નિયંત્રિત કરવાનું પણ નક્કી કર્યું છે, જેમાં ચેનલોની એમઆરપી, બુકેટ્સ, કેરેજ ફી, એનસીએફ અને બ્રોડકાસ્ટર્સ દ્વારા ડિસ્ટ્રિબ્યુટરને ઓફર કરવામાં આવતી રિબેટ પર પ્રાઈસ કેપ્સ લાદવાનો સમાવેશ થાય છે.
અંદાજે દોઢ કરોડ લોકોએ કેબલ અને ડીટુએચ કનેકશન છોડયા
એક અહેવાલ મુજબ, પે-ટીવી ઉદ્યોગની સબ્સ્ક્રિપ્શન આવક બ્રોડકાસ્ટર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ બંને પ્રમાણે 1.5 કરોડ સબ્સ્ક્રાઇબર્સની ખોટને કારણે 2019માં રૂ.47,000 કરોડથી ઘટીને 2023માં રૂ.40,000 કરોડ થવાની ધારણા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020 અને 2023 ની વચ્ચે કેબલ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1 કરોડ ઘટીને 6.2 કરોડ થઈ ગઈ છે, જ્યારે ડાયરેકટ ટુ હોમ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 30 લાખ ઘટીને 5.3 કરોડ થઈ ગઈ છે.
કોરોના બાદ ઓટીટી પ્લેટફોર્મ લોકપ્રિય બન્યું
કેબલ ટીવીની લોકપ્રિયતા ઘટવા પાછળ નવા ટેરીફ ઉપરાંત ઓટીટીનો વધતો વ્યાપ પણ છે. કોરોના બાદ નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો અને ડિઝની હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સે આ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી, પે-ટીવી સબ્સ્ક્રાઇબર બેઝમાં ઘટાડો પરંપરાગત બ્રોડકાસ્ટર્સની જાહેરાતની આવકને પણ અસર કરે છે કારણ કે આ ચેનલો દ્વારા જાહેરાતકર્તાઓ દ્વારા પહોંચેલા દર્શકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને મેટ્રોસિટીમાં આ અસર છે.
કેબલ કરતા ઓટીટી હોટફેવરિટ
ઓટીટી તરફ ગ્રાહકો વળી રહ્યા છે. જેની પાછળનું કારણ વિવિધ સામગ્રીને ગમે ત્યારે, ગમે ત્યાં જોવાની સુવિધા તેમજ ટીવી સામગ્રીમાં નવીનતાનો અભાવ છે. સસ્તું મોબાઇલ પ્લાનની રજૂઆતથી ઓટીટી સેવાઓ અપનાવનારા ગ્રાહકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં હાલ કેબલ કરતા લોકોમાં ઓટીટી પ્લેટફોર્મ હોટફેવરિટ બન્યા છે.