વ્યક્તિ જો પોતાના થાકને અવગણે નહીં અને પોતાને થાક શા માટે લાગી રહ્યો છે એ વિશે ડોક્ટરની મદદથી ટેસ્ટ દ્વારા તારણ લાવે તો ઘણા રોગો જેવા કે કિડની, ફેફસાં,હાર્ટના રોગોને શરૂઆતમાં જ પકડી શકાય છે. ડાયાબિટીઝજેવા રોગથી બચી પણ શકાય છે અને ઓબેસિટીથી શરીરને થતા નુકસાનને અટકાવી પણ શકાય છે.સતત લાગતા થાક કે વગર કારણે લાગતા થાકને જરાય અવગણો નહીં.

થાક લાગવો એક સામાન્ય લક્ષણ છે, પરંતુ એને અવગણવાની ભૂલ આપણે નકરવી જોઈએ. ઘણી વાર રૂટીન બદલાઈ જાય, રોજિંદાંકામ કરતાં ઘણું વધારે કામ થઈ જાય, ટ્રાવેલિંગ વધી જાય ત્યારે માણસ થકી જાય એ વાત જુદી છે, પરંતુ ઘણી એવી વ્યક્તિઓ છે જે લગભગ થાકેલીજ જોવા મળે છે અવા તો થોડુંક કામ વધી જાય તો તરત જ થાકી જાય છે. ક્યારેક કોઈ એવી વ્યક્તિ પણ હોય છે જે વગર કોઈ કારણે થાક અનુભવતી હોય છે.આ બધી જ પરિસ્થિતીઓ સૂચવે છે કે શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે.

થાક એક પ્રાથમિક લક્ષણ છે. શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ સર્જાય ત્યારે શરીરને એ ઠીક કરવા માટે વધુકાર્યરત થવું પડે છે જેને લીધે આપણને થાક લાગે છે. વગર કારણનો થાક કે પછી આરામ કરવા છતાં ન ઊતરતો થાક ખતરાનું નિશાન છે અને સૂચક છે કે તમને જરૂર છે મેડિકલ હેલ્પની. આજે આપણે વિસ્તારી જાણીશું કે કયા-કયા રોગોનું પ્રાથમિક લક્ષણ થાક હોઈ શકે છે અને એ માટે શું કરવું જોઈએ.

ઓબેસિટી

ઘણી વ્યક્તિઓ એવી હોય છે જે ફરિયાદ કરે છે કે પહેલાં જેટલું કામ તું હતું એટલુંકામ હવે તું નથી. પહેલાં તો હું ૪ કિલોમીટર ચાલી નાખતો, પરંતુ હવે ૧ કિલોમીટરમાં થાકી જવાય છે. આ ફરિયાદો પાછળનું કારણ ઓબેસિટીહોઈ શકે છે. એ વિશે સમજાવતાં દહિસરના ડો. સુશીલ શાહ કહે છે, ઘણા લોકોને અચાનક વજન વધી જાય છે કેઅમુક મહિનામાં જ ફાંદ બહાર આવી જાય છે. વ્યક્તિનું થોડું વજન વધેતો એની કાર્યક્ષમતા પર વધુ અસર થતી નથી, પરંતુ ૫ થી ૮ કિલો જેટલું વજન વધે તો ચોક્કસ ફરક પડે છે. ઘણા લોકો વજન વધી જાય એ વાતને ગણકારતા નથી, પરંતુ જો તમને થાક લાગવાની શરૂઆત થઈ જાય તો સમજવુંકે આ વજન તમારી કાર્યક્ષમતા પર અસર કરી રહ્યું છે અને સમય આવી ગયો છે કે વજન માટે તમે સિરિયસ બનો.

હાર્ટને લગતા પ્રોબ્લેમ

Screenshot 2 13

થાક અને હાર્ટને પણ ઘણો સંબંધ છે. હાર્ટની નળીઓમાં બ્લોકેજ હોય કે જન્મજાત હાર્ટની ખામી, કોઈ પણ પ્રકારના હાર્ટને સંબંધિત પ્રોબ્લેમનું પ્રથમિક લક્ષણ થાક હોય છે. એ વિશે સમજાવતાં ડોકટર કહે છે,હાર્ટ ધબકતું રહીને આખા શરીરને લોહી પહોંચાડવાનું કામ કરે છે.એમાં કોઈ પણ પ્રકારની ખામી હોય ત્યારે શરીરના અમુક ભાગોને લોહી અધૂરુંપહોંચે છે અને એી જ પહેલું લક્ષણ થાક દેખાવા લાગે છે. કોઈ પણ મહેનતવિના જો વ્યક્તિ વારંવાર થાકી જતી હોય તો તેણે જરૂરી ટેસ્ટ કરાવી હાર્ટની તપાસ કરાવવી જોઈએ, જેનાથી  હાર્ટને તું ડેમેજ અટકાવી શકાય.

કુપોષણ

Screenshot 3 4

ભારતમાં લગભગ ૫૦ ટકા બાળકો કુપોષણનો શિકાર હોય છે. શરીરને ખોરાકમાંથી જરૂરી પોષણ ન મળતું હોય અવા પાચનપ્રક્રિયામાં કોઈ પ્રોબ્લેમ હોય જેને કારણેયોગ્ય ખોરાક ખાવા છતાં શરીરમાં પોષણની કમી સર્જાય ત્યારે થાક લાગવા માંડે છે.એ વિશે સ્પક્ટતા કરતાં ડોકટર કહે છે, અવારનવારાકી જતાં બાળકો, થાકને કારણે વધુ ઊંઘતાં બાળકો કુપોષણનો શિકારબને છે. એ ઉપરાંત આજકાલ નાના-મોટા બધામાં વિટામિન બી અને વિટામિન ડી કમી ખૂબ વધારે જોવા મળી રહી છે. આ પ્રકારના કોઈ પણ વિટામિનની કમી, કેલ્શિયમ-આયર્ન જેવાં ખનિજ તસવોની કમી થાક સ્વરૂપે બહાર આવે છે. જે બાળક થાકી જતું હોય તેને કુપોષણ સિવાય એનીમિયા કેલેસેમિયા માઇનર જેવો રોગહોય એમ પણ બને.

થાઇરોઇડ

2.tamne pan thyroid to nathi ne

જ્યારે વ્યક્તિના શરીરમાં થાઇરોઇડ નામનાં હોર્મોન્સ વધી કે ઘટી જાય એ બન્ને પરિસ્થ્તિમાંવ્યક્તિનું પ્રારંભિક લક્ષણ થાક જણાય છે. એ વિશે વાત કરતાં ડોકટર કહે છે,થાઇરોઇડ જ્યારે વધી જાય ત્યારે શરીરનું દરેક અંગ ખૂબ વધારે ઝડપી કામ કરવામાંડે છે અને એને કારણે વ્યક્તિને સતત થાકનો અનુભવ થયા કરે છે અને જ્યારે થાયરોઇડ ઘટીજાય ત્યારે વ્યક્તિને આળસ અનુભવાય છે જેને લીધે તેને સતત થાક લાગ્યા કરે છે.જ્યારે સતત થાક જ અનુભવાતો હોય ત્યારે ડોક્ટરની સલાહ લઈને થાઇરોઇડની ટેસ્ટ કરાવી લેવી જોઈએ.

ફેફસાં અને કિડની

kidney transplant cost india2

જ્યારે ફેફસાંમાં કોઈ પ્રોબ્લેમ શરૂ થાય ત્યારે વ્યક્તિ અનહદ થાક અનુભવતી થઈ જાય છે. કારણકે ફેફસાંનો શ્વાસ સાથે સીધો સંબંધ છે અને શ્વાસ આપણો પ્રાણવાયુ છે જે આપણામાં પ્રાણનોસંચાર કરે છે. એ વિશે વાત કરતાં ડો. સુશીલશાહ કહે છે, અસ્મા, બ્રોન્કાઇટિસી લઈનેક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ જેવા ફેફસાંના રોગોનું શરૂઆતી લક્ષણ થાક હોય છે.જો થાક સાથે શ્વાસમાં પ્રોબ્લેમ જણાય તો ડોક્ટરને મળવું જરૂરી છે.એ સિવાય કિડનીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ વ્યક્તિને થાક લાગી શકે છે. 

સ્ત્રીઓમાં થાક

43635dfc0beb99d0adabab34b7fad9ff

પુરુષો કરતાં સ્ત્રીઓમાં થાકનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. પ્રેગ્નન્સી,ડિલિવરી, દર મહિને આવતું માસિક અને આ બધાને કારણેતું હોર્મોન્સનું ઇમ્બેલેન્સ સ્ત્રીઓને શારીરિક અને માનસિક થાક આપે છે. સમગ્ર ઘરના લોકોનું ધ્યાન રાખતી થી પોતાની હેલથ માટે લાપરવાહ જોવા મળે છે.

વ્યસન

drugs and addiction

જે વ્યક્તિ દારૂ પીતી હોય, કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન કરતી હોય તો આ વ્યસનને કારણે તેને સતત થાક લાગતો હોય એવું બને. એની પાછળનું કારણસમજાવતાં ડોકટર કહે છે, વ્યસનને કારણે શરીરમાં ટોક્સિન ખૂબ વધુપ્રમાણમાં જમા થઈ જાય છે. આ ટોક્સિનને કારણે દરેક સિસ્ટમે નિયમિતકરતા હોય એના કરતાં ઘણું વધારે કામ કરવું પડે છે. મોટા ભાગે સિસ્ટમપર કામનું આ ભારણ યુવાનવયે સમજાતું નથી, પણ ૪૦-૪૫ વર્ષ પછી અકારણ માણસ થાક અનુભવ્યા કરે છે ત્યારે તેને લાગે છે કે આ ઉંમરનેકારણે અનુભવાતો થાક છે, પરંતુ હકીકતે આ થાક તેમના વ્યસની શરીરમાં તથા ડેમેજની નિશાની છે.

ડાયાબિટીઝ

diabetes

જ્યારે વ્યક્તિના લોહીમાં શુગરનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે તેને થાક લાગે છે, કારણકે લોહીમાં વધેલું શુગરનું પ્રમાણ વ્યક્તિના મેટાબોલિઝમ પર સીધી અસર કરે છે જે થાક સ્વરૂપે બહાર આવે છે.

જે વ્યક્તિ વારંવારા થાકી જતી હોય એ વધુ શુગર ખાઈને એનર્જી લાવવાનો પ્રયાસ કરતી હોય છે જે ક્યારેક ખતરારૂપહોઈ શકે છે. ડાયાબિટીઝ હોય નહીં, પરંતુ આવવાની શક્યતાહોય એવા લોકોને પણ થાક વધુ લાગે છે. જો એ લોકો થાક જેવા લક્ષણી જાગ્રત થઈ જાય તો ડાયાબિટીઝી બચવાની શક્યતા વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.