શ્રમિકને રજા હોવાથી મિત્ર સાથે શાપર મિત્રોને મળીને આવતા સર્જાયો અકસ્માત
રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલા પાટડી ગામ પાસે બે બાઇક ટકરાતા પિતાની નજર સામે માસુમ પુત્રનું મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારના વતની અને હાલ શહેરના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા અને કારખાનામાં કામ કરતા મુન્ના રામ નાયક અને તેના ત્રણ વર્ષના પુત્ર યુવરાજ તથા મુન્નાનો મિત્ર મુકેશ સુભાષ યાદવ સહીત ત્રણેય બાઇક પર શાપરથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે પાટડી પાસે પહોચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા બાઇક સાથે બાઇક ટકરાતા ચકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં યુવરાજ નામના ત્રણ વર્ષના માસુમ બાળકને ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે ૧૦૮ મારફતે રાજકોટની સિવીલ હોસ્ટિપલે ખસેડવામાં આવ્યા આવ્યો હતો જયાં યુવરાજનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવથી શ્રમિક પરિવારના શોકનું મોજુ ફેલાયું છે.
આ બનાવની જાણ શાપર-વેરાવળ પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જઇ પ્રાથમીક તપાસમાં શ્રમિક યુવકને રજા હોવાથી શાપર ખાતે પુત્ર અને મિત્ર જોહિત ત્રણેય મિત્રોને મળીને પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત.